Home » photogallery » banaskantha » ડીસાઃ લાંચિયા વર્ગ 2ના અધિકારી રામજી પટેલને ચાર વર્ષની સજા અને 65 લાખનો દંડ, કર્યું હતું આવું 'કાળું' કામ

ડીસાઃ લાંચિયા વર્ગ 2ના અધિકારી રામજી પટેલને ચાર વર્ષની સજા અને 65 લાખનો દંડ, કર્યું હતું આવું 'કાળું' કામ

Banaskantha news: ડીસા સિંચાઈ વિભાગમાં વર્ગ 2ના અધિકારીએ નહેરના કામમાં ગેરરીતિ કરી સરકારને લાખો રૂપિયાનું નુકસાન કરાવનાર લાંચિયા અધિકારીને 4 વર્ષની સજા અને 65 લાખનો દંડ ફટકાર્યો છે. 2004માં ફરિયાદ નોંધાયા બાદ 17 વર્ષ બાદ ડીસાની બીજી એડી.સેસન કોર્ટે સજા ફટકારતા સનસનાટી મચી જવા પામી હતી.

विज्ञापन

  • 15

    ડીસાઃ લાંચિયા વર્ગ 2ના અધિકારી રામજી પટેલને ચાર વર્ષની સજા અને 65 લાખનો દંડ, કર્યું હતું આવું 'કાળું' કામ

    આનંદ જયસ્વાલ, બનાસકાંઠા: બનાસકાંઠામાં (Banaskantha news) ડીસા સિંચાઈ વિભાગમાં વર્ગ 2ના અધિકારીએ (Class 2 Officer in Deesa Irrigation Department) નહેરના કામમાં ગેરરીતિ કરી સરકારને લાખો રૂપિયાનું નુકસાન કરાવનાર લાંચિયા અધિકારીને (corrupt officer) 4 વર્ષની સજા અને 65 લાખનો દંડ ફટકાર્યો છે. 2004માં ફરિયાદ નોંધાયા બાદ 17 વર્ષ બાદ ડીસાની બીજી એડી.સેસન કોર્ટે સજા ફટકારતા સનસનાટી મચી જવા પામી હતી.

    MORE
    GALLERIES

  • 25

    ડીસાઃ લાંચિયા વર્ગ 2ના અધિકારી રામજી પટેલને ચાર વર્ષની સજા અને 65 લાખનો દંડ, કર્યું હતું આવું 'કાળું' કામ

    બનાસકાંઠાના ડીસા સિંચાઈ વિભાગમાં મદદનીશ કાર્યપાલક ઈજનેર તરીકે ફરજ બજાવતા રામજી હરિભાઈ પટેલે પોતાની ફરજ દરમ્યાન નહેરો ખેડૂતોના ખેતરો સુધી બનાવવા,સફાઈ કરાવવા અને સમારકામ કરાવવાનું કામ તેમના માર્ગદર્શન હેઠળ થઈ રહ્યું હતું જે નહેરોનું કામ હલકી ગુણવત્તા વાળું અને ખેડૂતોના ખેતર સુધી પાણી ન પહોચે તે રીતે બનાવી દેશના અથતંત્રને નુકસાન થાય તે રીતે કામ કર્યું હતું.

    MORE
    GALLERIES

  • 35

    ડીસાઃ લાંચિયા વર્ગ 2ના અધિકારી રામજી પટેલને ચાર વર્ષની સજા અને 65 લાખનો દંડ, કર્યું હતું આવું 'કાળું' કામ

    તેમજ રામજી પટેલે અંગત સ્વાર્થ ખાતર સરકારી નાણાંનો દુરુપયોગ કરી આવક કરતા વધુ સંપત્તિ  ભેગી કરી હોવાની ફરિયાદ એ સી બીમાં ફરિયાદ થતા તપાસ બાદ ગુન્હો નોંધાયો હતો. જે કેસ ડીસાની નામદાર કોર્ટમાં ચાલી આરોપી સામેની ફરિયાદ સાચી સાબિત થઈ હતી.

    MORE
    GALLERIES

  • 45

    ડીસાઃ લાંચિયા વર્ગ 2ના અધિકારી રામજી પટેલને ચાર વર્ષની સજા અને 65 લાખનો દંડ, કર્યું હતું આવું 'કાળું' કામ

    જેથી તમામ સાક્ષી,પંચો તેમજ પુરાવાઓ ધ્યાને લઇ બીજી એડી.સેશન કોર્ટે આરોપી રામજી પટેલ ને ચાર વર્ષ ની સાદી કેદ ની સજા અને રૂ 65 લાખનો દંડ ફટકાર્યો છે. અને જો દંડ ન ભરે તો વધુ 6 માસની સજા ફટકારતા કોર્ટ માં સન્નાટો વ્યાપી ગયો હતો.

    MORE
    GALLERIES

  • 55

    ડીસાઃ લાંચિયા વર્ગ 2ના અધિકારી રામજી પટેલને ચાર વર્ષની સજા અને 65 લાખનો દંડ, કર્યું હતું આવું 'કાળું' કામ

    જોકે ડીસાની કોર્ટે  સિંચાઈ વિભાગના મદદનીશ કાર્યપાલક ઇજનેર રામજી પટેલને સજા ફટકારી છે તે આરોપી હાલ નિવૃત છે અને નિવૃત્તિ બાદ પણ કોર્ટ એ કડક સજા ફટકારતા અન્ય ગેરનીતિ આચરતા અધિકારીઓ માં પણ ફફડાટ ફેલાયો હતો અને આવા લાંચિયા અધિકારી ને સજા ફટકારી હોવાના સમાચાર જિલ્લામાં વાયવેગે પ્રસરતા ખેડૂતોએ આ સજાને આવકારી કોર્ટના ચુકાદા ને વધાવી લીધો હતો. (પ્રતિકાત્મક તસવીર)

    MORE
    GALLERIES