બનાસકાંઠા: પાલનપુર નજીક ગંભીર અકસ્માત સર્જાયો હતો. કાર અને ટ્રક વચ્ચે અકસ્માત થતાં કારમાં સવાર એક મહિલાનું મોત નિપજ્યું હતું. કારચાલકે ઓવર ટેક કરતાં કારને ટ્રકની ટક્કર લાગી હતી અને કાર પલટી ગઈ હતી. જેમાં એક મહિલાએ જીવ ગુમાવ્યો છે. અકસ્માતની જાણ થતાં પાલનપુર તાલુકા પોલીસે વધુ તપાસ હાથ ઘરી છે.