બનાસકાંઠા: છેલ્લા થોડા દિવસથી રાજ્યના વિવિધ શહેરોમાં રખડતા ઢોરનો ત્રાસ ખૂબ વધી ગયો છે. દરરોજ રખડતા ઢોર (Stray cattle)ને કારણે કોઈ ઈજાગ્રસ્ત થયું હવાના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે. આ જ કડીમાં હવે બનાસકાંઠામાં એક આર્મી જવાને (Army Jawan) જીવ ગુમાવ્યો છે. અકસ્માતમાં આર્મી જવાનનું મોત થતાં સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે. બીજી તરફ રખડતા ઢોરના ત્રાસમાંથી મુક્તિ અપાવવાની માંગ ઉઠી છે. એવી માહિતી મળી છે કે આસામ ખાતે ફરજ બજાવી રહેલો જવાન ગાંધીનગર આવ્યા બાદ બુલેટ (Bullet bike) લઈને પોતાના વતન આવી રહ્યો હતો. આ દરમિયાન રાત્રે એક આખલો રોડ પર આવી જતાં જવાનને અકસ્માત (Road accident) નડ્યો હતો. અકસ્માતમાં આર્મી જવાને જીવ ગુમાવ્યો હતો.
આખલો રસ્તા પર આવી ગયો : મળતી માહિતી પ્રમાણે કાંકરેજના અરકુંવાડા પાસે એક આખલો રસ્તા પર આવી ગયો હતો. આ દરમિયાન દિયોદરના વડિયા ગામ (Vadiya village)ના અરમરભાઈ માળી (Amratbhai Mali) બુલેટ લઈને પસાર થઈ રહ્યા હતા. રાત્રે આખલો રસ્તા વચ્ચે આવી જતાં તેઓ રોડ પર પટકાયા હતા. મળતી માહિતી પ્રમાણે અમરતભાઈ બુલેટ પર સવાર થઈને ગાંધીનગરથી પોતાના વતન તરફ જઈ રહ્યા હતા.