યાત્રાધામ અંબાજીમાં મંદિરની (Ambaji Temple) સુવર્ણ શિખર કામગીરીમાં રાજકોટના (Rajkot) એક દાતાએ (donor) શ્રદ્ધા સાથે સવા કિલો સોનું (Gold) દાનમાં આપ્યું છે. જેની બજાર કિંમત રુ. 68. 20 લાખની છે. રાજકોટના આ માઈભક્ત નામ જાહેર ન કરવાની શરતે દર વર્ષે સોનાનું દાન કરે છે. જેઓ પોતે બિલ્ડર (Builder) છે. અંબાજી મંદિરને ભારતભરમાં સૌ પ્રથમ સંપૂર્ણ સોનાનું બનાવવાના ભાગરૂપે દેવસ્થાન ટ્રસ્ટ અને રાજ્ય સરકાર દ્વારા દરેક માઈ ભક્ત પોતાની યથાશક્તિ સોનાનું દાન કરી શકે તે માટે સુવર્ણ યોજનાને અમલી બનાવવામાં આવી છે. નોંધનીય છે કે, કોરોનાકાળમાં (Coronavirus pandemic) અંબાજીમાં પ્રથમવાર માતાજીનાં ચરણોમાં આટલું મોટું દાન આવ્યું છે
15 વર્ષની સમયાવધિના અંતે મંદિર કળશ સાથે 118 ફૂટની ઊંચી માતાજી મંદિરના શિખર કામગીરી સાથે એક મુખ્ય આબલસારો, 6 ચોકીઓ બે ઘુમ્મટ, (નૃત્ય અને સભા મંડપનો ) સાથે નવ આબલસારા અને નવ કળશ મળી કુલ 358 કળશનું પણ નિર્માણ કરવામાં આવ્યું છે. માતાજીના શિખરને સુવર્ણમય બનાવવા માટે તાંબાની પ્લેટો ઉપર એમ્બ્રોસ કરી સોનાનો ઢોળ ચડાવવા માટે કુલ 15711 કી. 724 ગ્રા. તાંબું અને 140 કી. 522.ગ્રામ.840 મી. ગ્રા. સોનાનો વપરાશ કરવામાં આવ્યો છે.