મહેન્દ્ર અગ્રવાલ, અંબાજીઃ ગુજરાતમાં હાલ તબક્કે કોરોનાના કેસમાં સતત ઘટાડો (Gujarat corona case) થતા અંબાજી (Ambaji Temple) સહિત રાજ્યના મોટા મંદિરોમાં દાનની (Donation income) આવકમાં નોધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે. કોરોનાની ત્રીજી લહેર (corona third wave) દરમિયાન શક્તિપીઠ અંબાજી (Shaktipeeth Ambaji) મંદિરમાં સતત દાનની સર્વાણી વહી હતી અને ત્યાર બાદ ફરી એક વાર અંબાજી મંદિર ત્રીજી લહેરમાં પણ સંક્રમણ ન વધે તેના માટે દર્શનાર્થીઓ માટે બંધ રખાયું હતું.
અને ત્યાર બાદ પહેલી ફેબ્રુઆરીથી સરકારની એસઓપી અને કોરોનાનું સંક્રમણને વધે તેવી મંદિર ટ્રસ્ટની ગાઈડ લાઈન પ્રમાણે દર્શનાર્થીઓ માટે અંબાજી મંદિર ફરી ખુલ્લુ મુકાયુ હતુ. જોકે હાલ તબક્કે સતત કોરોનાના ડર વચ્ચે પણ દર્શનાર્થીઓ નિયમિત કરતા ઓછી સંખ્યામાં ચોક્કસ જોવા મળ્યા છે પણ યાત્રિકોના પ્રમાણમાં ઘટાડો થવા છતાં અંબાજી મંદિરને દાન ભેટની ભંડારામાં અધધ આવક જોવા મળી છે.
આમ પહેલી ફેબ્રુઆરીથી આજ દિન સુધી કુલ 22 દિવસમાં શક્તિપીઠ અંબાજી મંદિરના ભંડારાની આવક 1,00,71,870 ( એક કરોડ ઈકોતેર હજાર આઠસો ત્રીસ)ની માત્ર છુટક દાનની આવક ભંડારમાં થઇ છે જે ગત સમયમાં 20થી 25 લાખની સરેરાશ હતી. ત્યાં આ વખતે ભંડાર દીઠ ગણતરીમાં 30થી 35 લાખ થવા પામેલ છે. આમ અંબાજી મંદિરમાં સતત ભંડારની આવકમાં વધારો જોવા મળતા કોરોના કાળની મહામારીમાં દર્શનાર્થીઓની આસ્થામાં વધારો થયો હોય તેમ લાગી રહ્યું છે.
જો રાજ્યના અન્ય મોટા મંદિરોની 22 દિવસમાં આવકના લેખ જોખા જોઈએ તો સોમનાથ મંદિરે મહિને 60 લાખ, ડાકોરમાં 22 દિવસમાં 66 લાખ, ભદ્રકાળી મંદિર 2.5 લાખ, ઇસ્કોન મંદિર 1.5 લાખ, વડતાલ મંદિર 52 લાખ, સાળંગપુરના હનુમાનજી મંદિર 55 લાખ જયારે શક્તિપીઠ અંબાજી મંદિરમાં 22 દિવસમાં 1,00,71,870 ( એક કરોડ ઈકોતેર હજાર આઠસો ત્રીસ ) ની આવક જોતા રાજ્ય ના તમામ મંદિર કરતા અંબાજી મંદિર આવકની દ્રષ્ટીએ કોરોના કાળમાં પણ અગ્રસેર રહ્યું છે.