આનંદ જયસ્વાલ, બનાસકાંઠા : બનાસકાંઠામાં ઈકબાલગઢ પાસે મોડીરાત્રે વિચિત્ર અકસ્માત સર્જાયો હતો. એક ટ્રક ચાલકે સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવતા ટ્રક હાઇવેની બાજુમાં આવેલ એક ઘરમાં ઘુસી ગયો હતો. જોકે સદનસીબે પરિવાર ઘરની બહાર સૂતો હોવાથી મોટી જાનહાની ટળી હતી. અકસ્માત બાદ ટ્રકચાલક ફરાર થઈ ગયો હતો.