ત્યારે ટેટોડા ખાતે આવેલા રાજારામ ગૌશાળામાં ડીસાના જાણીતા બિલ્ડર અને જીવદયાપ્રેમી પી.એન માળી દ્વારા માત્ર પાંચ દિવસમાં જ લંમ્પી વાયરસ માટે અલગ હોસ્પિટલ ઊભી કરી દીધી હતી. આ ગૌશાળામાં અમદાવાદથી 120થી વધુ લંપી વાયરસગ્રસ્ત ગાયોને સારવાર માટે લાવવામાં આવી હતી.ઉપરાંત જિલ્લામાંથી પણ અનેક લંંમ્પી વાયરસ ગ્રસ્ત ગાયોને પણ સારવાર આપવા માટે લાવવામાં આવી હતી.
લંમ્પીગ્રસ્ત હોસ્પિટલના ઉદ્ઘાટન પ્રસંગે જિલ્લા કલેકટર આનંદ પટેલ હાજર રહ્યા હતા અને તેમને જણાવ્યું હતું કે સેવાકીય પ્રવૃતિમાં બનાસકાંઠા હંમેશા અગ્રેસર રહ્યું છે જેમાં માનવસેવા હોય કે જીવદયા હોય કે કોઈ કુદરતી આફત હોય ત્યારે આજે લંમ્પીગ્રસ્ત પશુઓ માટે દાતા દ્વારા બનાવવામાં આવેલ આ હોસ્પિટલ ખરેખર સહાનીય કામગીરી છે અને દાતા પી.એન માળીને અભિનંદન પાઠવી આભાર માનવામાં આવ્યો હતો.