Nilesh Rana Banaskantha: બનાસકાંઠા જિલ્લાના પાલનપુરનો છ વર્ષનો બાળક રમવાની ઉંમરમાં હિન્દુ સંસ્કૃતિના પાઠ ભણવામાં લાગ્યો છે.આજના જમાનામાં જ્યારે નાના બાળકો માત્ર રમવાની પ્રવૃતિ કરવામાં વ્યસ્ત હોય છે ત્યારે 6 વર્ષનો માધવન, ભગવદ્ ગીતા,રામાયણ,શિવ તાંડવ, વિષણુ પૂરાણના શ્લોક,સરસ્વતી માતા અને હનુમાન ચાલીશાનું કડકડાટ પઠન કરે છે. તેમજ ગણેશજીના શ્લોકોમોઢે બોલી લોકોને સમજાવે પણ છે.
બનાસકાંઠા જિલ્લાનો છ વર્ષનો બાળક શિવ તાંડવ હનુમાન ચાલીસા, વિષ્ણુ ભગવાન સરસ્વતી માતાના શ્લોકોનેમોઢે બોલે છે બનાસકાંઠા જિલ્લાના પાલનપુરના રામનિવાસ ખાતે રહેતા સલોનીબેન વિપુલભાઈ ઠાકરનો પુત્ર માધવન કે જે હાલમાં ઈંગ્લીશ મીડિયમ સ્કૂલ ધો.2માં અભ્યાસ કરે છે માધવન વધુ ધાર્મિક ગ્રંથો સહિત સાહિત્યમાં રસ ધરાવે છે માધવન બાળપણથી જ સાહિત્યની ચર્ચામાં જ રસપ્રદ રહેતો હતો.
જ્યારે મહાભારતના શ્લોકો અભિનય સાથે રજુ કરતા તેની પાસે બેસીએ નાના બાળક પાસે નહીં પરંતુ કોઈ ઉંમરલાયક વિદ્વાન પાસે બેઠા હોય તેવુ મહેસુસ થાય છે જે હાલમાં માધવન છ વર્ષની ઉંમરે શિવ તાંડવ હનુમાન ચાલીસા, નરસિંહ મહેતાની હૂંડી, વિષ્ણુ ભગવાન, સરસ્વતી માં, ગણેશજીના સ્લોકો પુસ્તક વિના લોકો મોઢે બોલી શકે છે.
માધવનની માતા સલોનીબેન ઠાકરે જણાવ્યું હતું કે \"જ્યારે હું ગર્ભવતી હતી ત્યારે ધરડાઓની કહેવત મુજબ મારા શિશુમાં સાંસ્કૃતિક સંસ્કાર આવે તે માટે રામાયણ અને મહાભારત જેવા ગ્રંથ સહિત અનેક સાહિત્યનું વાંચન કર્યું હતું માધવન સાતમા માસથી બોલતો થઈ ગયો હતો તે બાદ તેમાં સાંસ્કૃતિક વારસા તરત જ વળતા આજે અમે ગર્વ અનુભવીએ છીએ કે નાની વયમાં માધવન ધાર્મિક જ્ઞાન ધરાવતો થયો છે માધવનને કોઈ પણ સાહિત્યનો વીડિયો બતાવીએ તો તેને તરત જ યાદ રહી જાય છે.અને લોકો અભિનય સાથે રજુ કરે છે.