

રામ જન્મભૂમિ બાબરી જમીન વિવાદમાં સુપ્રીમ કોર્ટે 40 દિવસ સુધી દરરોજ સુનાવણી કરી હતી. ચીફ જસ્ટિસ રંજન ગોગોઈના અધ્યક્ષવાળી બંધારણીય ખંડપીઠે આ મામલાની સુનાવણી કરી છે. આજે (9મી નવેમ્બર, 2019)નારોજ સુપ્રીમ કોર્ટ પોતાનો અંતિમ નિર્ણય સંભળાવશે. ગ્રાફિક અને નકશામાં સમજો કઈ જમીનને લઈને વિવાદ છે અને સરકાર દ્વારા સંપાદિત જમીન કેટલી છે.


અયોધ્યામાં બાબરી મસ્જિદ વિધ્વંસ પછી સરકારે 1993માં 2.77 એકર વિવાદિત જમીન ઉપરાંત 67 એકર જમીનનું સંપાદન કર્યું હતું. આ 67 એકર જમીનમાંથી 43 એકર જમીન રામ જન્મભૂમિ ટ્ર્સ્ટના નામ હતી, જે બાદમાં સંપાદિત કરવામાં આવી હતી.


વર્ષ 1992માં બાબરી વિધ્વંસ પહેલા 2.77 એકર જમીન કંઇક આવી દેખાતી હતી. જેમાં અસ્થાયી રીતે રામલલા બિરાજમાન હતા. સીતા રસોઈ, સિંહ દ્વાર, હનુમાન દ્વાર અને રામ ચબૂતરો આવા દેખાતા હતા.


અલાહાબાદ હાઇકોર્ટના નિર્ણય બાદ જમીનની વહેંચણી કંઈક આવી રીતે થઈ હતી. જેમાં રામ ચબૂતરો, સીતા રસોઈ અને ભંડાર નિર્માહી અખાડાને સોંપવામાં આવ્યાં હતાં. જમીનની બાકીનો હિસ્સો સુન્ની સેન્ટ્રલ વકફ બોર્ડને સોંપવામાં આવ્યો હતો.