

રોટલા બનાવતા એ ખાસ ધ્યાનમાં રાખો કે રોટલા બનાવતી વખત 2 લુઆથી વધારે લોટ એક સાથે ન બાંધવો. એક એક રોટલાનો લોટ મસળતા જઈ તાજો જ મસળવો.


બાજરીના રોટલા બનાવવા માટેની સામગ્રી : બાજરીનો લોટ : 2 કપ, પાણી : 3/4 કપ, મીઠું : સ્વાદાનુસાર, ઘી : ઈચ્છા પ્રમાણે


બાજરીના રોટલા બનાવવાની રીત : સૌ પ્રથમ બાજરીના લોટને એક વાસણમાં ચાળી લઈ તેમાં મીઠું નાખીને ધીમે ધીમે થોડું પાણી નાખતા જઈને લોટ બાંધી લો. હવે આ લોટને હથેળીથી વજન આપતા જઈ 5 મિનિટ મસળી લો


ત્યારબાદ તેમાંથી સરખી સાઈઝ ભાગે લુઆ તૈયાર કરવા. મધ્યમ સાઈઝના લુઆ તૈયાર થશે. હવે ગેસ પર માટીની તાવડી કે તવો ગરમ કરવા મુકી, લુવાને બાજરીના લોટમાં રગદોળીને પાટલા પર એકદમ હળવે હાથે ભાખરીથી સહેજ જાડો રોટલો વણી કે હાથથી થેપી રોટલો તૈયાર કરી લો. આ રોટલીને ગરમ તાવડી પર મુકી એક બાજુ શેકાઈ જાય એટલે તવેથાથી રોટલો ઉખાડીને બીજી બાજુ શેકી લો. ત્યારબાદ જે ભાગ કાચો હોય ત્યાજ ફેરવીને શેકી લઇ ઉતારી લો. ફૂલકા રોટલી જેમ પણ રોટલાને ફુલાવી શેકી શકાય. આ જ રીતે બધા રોટલા તૈયાર કરી તેની પર ઘી લગાવી લેવું. પરંતુ રોટલા બનાવતા એ ખાસ ધ્યાનમાં રાખો કે રોટલા બનાવતી વખત 2 લુઆથી વધારે લોટ એક સાથે ન બાંધવો.