1/ 4


ભારતના અનુભવી પહેલવાન સુશિલ કુમાર જકાર્તામાં ચાલી રહેલા 18માં એશિયન ગેમ્સમાં કુશ્તીની પ્રતિયોગીતામાં ધબડકો વાળ્યો છે. તેઓ પુરૂષોની 74 કિલોગ્રામ સ્પર્ધા માટે ક્વોલિફિકેશમાં હારીને બહાર થઈ ગયા છે. સુશિલની આ હારની સાથે ભારતને એક મેડલનું નુકશાન પહોંચ્યું છે.
2/ 4


ભારતીય પહેલવાન સુશિલને આ સ્પર્ધામાં બહરીનના એડમ બાતિરોવે 5-3થી માત આપી બહાર કર્યો છે. આ હારના બાદ હવે સુશિલ 2006 દોહામાં જીતેલા પોતાના બ્રોન્ઝ મેડલને સ્વર્ણમાં ફેરફાર કરવામાં પણ અસફળ થઈ ગયો છે.
3/ 4


સુશિલે ક્વોલિફિકેશનના પહેલા પડાવમાં સારી શરૂઆત કરી 2-0ની બઢત મેળવી હતી. ત્યારબાદ બહરીનના પહેલવાન બાતિરોવે સુશિલને ટેકલ કરીને એક પોઈન્ટ મેળ્યો.