

રાજકોટના બહુચર્ચિત ASI-કોન્સ્ટેબલ અપમૃત્યુ કેસમાં રોજ રોજ નવી નવી વિગતો બહાર આવી છે, ત્યારે કઠોરોનું પણ કાળજું કંપાવે તેવી એક નવી કહાણી આ કેસમાં બહાર આવી છે. મૃતક ASI ખુશ્બુ કાનાબારની હત્યા થઈ છે કે આત્મહત્યા તેની વિગતો હજુ સુધી સપાટી પર આવી નથી પરંતુ તેમના પરિવારે જણાવ્યું હતું કે વર્ષ 2014માં નવેમ્બર મહિનામાં ખુશ્બુની સગી બહેને નિધીએ આત્મહત્યા કરી લીધી હતી.


ખુશ્બુની બહેન નિધીએ જામજોધપુરમાં કોઈ અગમ્ય કારણોસર ઘઉંમાં નાખવાના ઝેરી ટીકડા ખાઈ મોતને વ્હાલુ કર્યુ હતું. નિધીએ આત્મહત્યાનો પ્રયાસ કરતા તેને હૉસ્પિટટલમાં લઈ જવામાં આવી હતી જ્યાં એક રાતની સારવાર બાદ તેનું નિધન થયું થયું. આ કેસમાં પણ પોલીસ ચોક્કસ કારણ શોધી શકી નહોતી.


મૃતક ખુશ્બુના પિતા જામજોધપુરમાં વસે છે અને ભજીયાનો ધંધો કરે છે. પરિવારે આ કેસમાં પોલીસની કામગીરી પર પહેલાં જ સવાલો ઉઠાવ્યા છે. કેસમાં રાજકોટ પોલીસ એફએસએલ રિપોર્ટની રાહ જોઈ રહી છે.


દરમિયાન આ કેસમાં પોલીસને ખુશ્બુના બેચમેટ ASI વિવેક કુછડિયા પર આશંકા જણાતા ACP કક્ષાના અધિકારી દ્વારા તેની પૂછપરછ કરાઈ છે. કુછડિયાને ગન મૃતકની પાસેથી મળી આવી હતી.