

એક સમયે પાસપોર્ટ બનાવવા માટે ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડતો હતો, પરંતુ હવે એવું નથી રહ્યું. તમે ઘરે બેઠા જ પાસપોર્ટ બનાવી શકો છો. કેમ કે, હવે પાસપોર્ટ સેવાને ઉમંગ એપ સાથે જોડી દેવામાં આવી છે. જેના કારણે હવે તમારે સરકારી ઓફિસોના આંટાફેરા નહીં ખાવા પડે.


ઉમંગ એપ એક ગેટવે છે. જેની મદદથી યુઝર્સ કોઇ પણ સરકારી એપને એક્સેસ કરી શકે છે અને સેવાઓનો લાભ લઇ શકે છે. આ એપમાં ઇન્ટર્નલી બધી એપ ઇન્ટીગ્રેટેડ છે. તેમ છતાં આ એપ તમારા મોબાઇલમાં વધુ જગ્યા નહીં રોકે. હાલ આ એપ 13 ભાષાઓમાં ઉપલબ્ધ છે અને 17 રાજ્યોની 325 સેવાઓ છે.


આ સેવાનો લાભ લેવા માટે તમારે સૌથી પહેલાં ગુગલ પ્લે સ્ટોરમાંથી આ એપ ડાઉનલોડ કરવાની રહેશે. જે બાદ મોબાઇલ નંબર અને આધાર નંબર નાંખી રજિસ્ટ્રેશન કરવું પડશે. હવે તમે આ સેવાનો લાભ લઇ શકો છો.


જો તમે પાસપોર્ટ વિશે માહિતી મેળવવા માગો છો તો આ એપની મદદથી તમે તમારા નજીકના પાસપોર્ટ કેન્દ્રની જાણકારી પણ મેળવી શકો છો. આમાં ફીસ કેલક્યુલેટર, ડોક્યુમેન્ટ એડવાઇઝર અને પાસપોર્ટ સેવા કેન્દ્ર, ડિસ્ટ્રીક્ટ પાસપોર્ટ સેલ અને પોસ્ટ ઓફિસન જાણકારી મળશે. ઉપરાંત તમે પાસપોર્ટ સેવા કેન્દ્રની અવેલેબિલિટી પણ ચેક કરી શકો છો.