

અનુષ્કા શર્મા અને વિરાટ કહોલીનાં અફેરની વાતોએ પહેલાં તેમનાં ચાહકોને કન્ફ્યૂઝ રાખ્યા. તેમણે લગ્ન પણ સીક્રેટલી કર્યા હતાં. લગ્નની તસવીરો શેર કરતાં જ તેઓ છવાઇ ગયા હતાં. હવે લગ્ન બાદથી જ તેમનાં તરફથી બાળકની ન્યૂઝ ક્યારે આવે છે તેની રાહ જોવાઇ રહી છે.


થોડા સમય પહેલાં અનુષ્કાની પ્રેગ્નેન્સીની અફવાએ જોર પકડ્યું હતું. પણ આ વાતમાં કંઇ જ સત્ય ન હતું. હવે અનુષ્કાએ ફિલ્મ ફેર મેગેઝિનને આપેલાં તેનાં ઇન્ટરવ્યુંમાં તેની પ્રેગ્નેન્સી અંગે ખુલીને વાત કરી છે.


ફિલ્મફેરને આપેલાં એક ઇન્ટરવ્યૂંમાં અનુષ્કા શર્માએ કહ્યું કે, 'એક એક્ટ્રેસ લગ્ન કરે છે તો તેને બીજો જ સવાલ જે પુછવામાં આવે છે તે તેની પ્રેગ્નેન્સી સાથે જોડાયેલો હોય છે. કે પછી ડેટ કરી રહ્યાં હોય તો સવાલ હોય છે કે, લગ્ન ક્યારે કરવાની છે.'


તેણે ઉમેર્યુ કે, જે એક્ટ્રેસનાં લગ્ન થઇ જાય છે તેમનાં અંગે કંઇકને કંઇક કહેવાય છે. કોઇ કંઇપણ પહેરી શકે છે. પછી તે ઢીલી ડ્રેસ કેમ ન હોય. કારણ કે તે પણ એક ટ્રેન્ડ છે. પણ લોકો કહેવા લાગે છે કે તે પ્રેગ્નેન્ટ છે. આપ આ બધાનું કંઇજ કરી શકતા નથી. બસ આપ ઇગ્નોર કરી શકો છો.


અનુષ્કા કહે છે કે, 'આ બધી બકવાસ વાતો છે. બીજાને તેમની જીંદગી જીવવા દેવી જોઇએ. કારણકે એવો માહોલ બની ગયો છે. જ્યાં કોઇ વય્યક્તિને જબરદસ્તી સ્પષ્ટતા આપવી પડે છે. આ વાત મને સૌથી ખરાબ લાગે છે. શું મને કંઇપણ ક્લિયર કરવાની જરૂર છે? નહીં... '


આપને જણાવી દઇએ કે આ પહેલાં સોનમ કપૂર અને પ્રિયંકા ચોપરાની પ્રેગ્નેન્ટ હોવાની અફવા પણ સામે આવી હતી. સોનમ કપૂર ઢીલા કપડાં પહેરીને જાહેરમાં આવી અને જ્યારે તેનો પતિ આનંદ આહુજા તેનાં શૂઝની લેસ બાંધતો નજર આવ્યો ત્યારે તેની પ્રેગ્નેન્સીની અફવા ઉડી હતી.