

ગયા વર્ષે પાકિસ્તાનના કરાચીમાં જ્યારે ચીન એમ્બસી પર ચરમપંથીઓએ હુમલો કર્યો ત્યારે એક મહિલા કમાન્ડો સુહાઈ અજીજ તાલપુરે જે રીતે બહાદુરી દર્શાવી, તેના કારણે તે સમગ્ર પાકિસ્તાનમાં ચર્ચાનું કેન્દ્ર બની હતી. તેની સાથે જ ત્યાંની મહિલાઓનો વધુ એક મજબૂત ચહેરો પણ ઊભરાઈને બહાર આવ્યો. પાકિસ્તાનમાં મહિલા કમાન્ડોની સંખ્યા ઝડપથી વધી રહી છે. જે જોરદાર રીતે જાંબાઝ સાબિત થઈ રહી છે. રસપ્રદ વાત એ છે કે કમાન્ડો ટ્રેનિંગ લઈ રહેલી મોટાભાગની મહિલાઓ ખૈબર પખ્તૂનખ્વાથી સંબંધ ધરાવે છે જ્યાં મહિલાઓને પડદામાં રહેવા પર ભાર મૂકવામાં આવે છે.


વૉઇસ ઑફ અમેરિકાના ઉર્દૂ ડિવીઝન મુજબ વર્ષ 2018માં લગભગ 600 મહિલા કમાન્ડોની પંજાબ પોલીસમાં નિયુક્તિ થઈ. ખૈબર પખ્તૂનખ્વાના નૌશેરામાં તેમની આકરી ટ્રેનિંગ થઈ, જેમાં મુશ્કેલ સ્થિતિનો સામનો કરવા માટે હથિયાર અને ગ્રેનેડ ચલાવવાની ટ્રેનિંગ આપવામાં આવી. તેમાંથી મોટાભાગની મહિલાઓ એવા ઘરોથી આવે છે જ્યાં મહિલાઓને બહાર જવાનું તો દૂર તેમને ભણાવવામાં જ નથી આવતી.


કમાન્ડો ફોર્સમાં સામેલ ગઈ રહેલી મહિલાઓમાં ખૈબર પખ્તૂનખ્વાની રહેવાસી પણ ઓછી નથી. પાકિસ્તાનને અફઘાન સાથે જોડનારો આ વિસ્તાર ચરમપંથીઓનું સ્વર્ગ બની ગયો છે. ખાસ કરીને વર્ષ 2004થી તાલિબાન તેની પર કબજો કરીને તેને પોતાનો ગઢ બનાવવા માટે પ્રયાસ કરી રહ્યું છે. આતંકવાદથી કંટાળેલા લોકોમાં મહિલાઓ પણ સામેલ છે જે સતત આતંકવાદ નિરોધક ટીમ (એટીએસ)થી જોડીયેલી રહી છે. પંજાબ રેન્જરમાં પણ મહિલાઓ સામેલ થઈ રહી છે, જે ખાસ કરીને શાંતિ કાયમ રાખવા માટે ઑપરેશન્સમાં જોડાયેલી રહે છે. આ ઉપરાંત તેઓ કોઈ પણ પ્રકારની પ્રાકૃતિક અને રાષ્ટ્રીય ઇમરજન્સીના સમયે પણ સૌથી આગળ રહીને કામ કરે છે.


પાકિસ્તાનમાં મહિલાઓનો ફોર્સ સાથે જોડાવાનો ઈતિહાસ ખૂબ જૂનો છે. અહીંના હ્યૂમન રાઇટ્સ કમીશનના જાહેર 2010ના આંકડાઓ મુજબ સૌથી પહેલા 1939માં સાત મહિલા કોન્સ્ટેબલોએ પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાં ચાલી રહેલા એક અભિયાનમાં ભાગ લીધો હતો. ત્યારબાદ 1952માં આ સંખ્યા 25ને પાર કરી ગઈ.


વર્ષ 1994માં તત્કાલીન વડાંપ્રધાન બેનઝીર ભુટ્ટોના પ્રયાસોથી રાવલપિંડીમાં પહેલું પોલીસ સ્ટેશન બનાવવામાં આવ્યું. જ્યાંથી તે પેશાવર, કરાચી અને લરકારના અને પછી સમગ્ર પાકિસ્તાનમાં ફેલાઈ ગયા. જોકે આતંકવાદ નિરોધક ટીમમાં મહિલાઓની નિયુક્તિ ઘણા સમય બાદ નવેમ્બર 2014માં શરૂ થઈ હતી, ત્યારથી આ સિલસિલો ચાલી રહ્યો છે.


આતંકવાદ નિરોધક ટીમ માટે મહિલાઓને પ્રશિક્ષણ કોઈ પણ પ્રકારે પુરુષોથી અલગ નથી હોતું. રાઇફલ ચલાવવાથી લઈને ગ્રેનડે ચલાવવા અને ખતરનાક વિસ્તારોમાં આતંકી કાવતરાં નિષ્ફળ કરવા માટે આગળ વધવા માટે તેમને ટ્રેનિંગ આપવામાં આવે છે. આતંકી હુમલા, કોઈ પ્રાકૃતિક આપત્તિમાં આ ટીમ સૌથી પહેલા પ્રતિક્રિયા આપે છે એટલે હાલત પર કાબૂ મેળવવાનો પ્રયાસ કરે છે. પાકિસ્તાનમાં મહિલા આતંકવાદ નિરોધક ટીમનો મૉટો લાઇન છે- Respect us, fear us એટલે કે અમારું સન્માન કરો, અમારાથી ડરો. આ પડોશી દેશમાં મહિલાઓની સ્થિતિ પર ઈશારો કરતાં એમ પણ દર્શાવે છે કે તેમની છબિ તોડવા માટે તેઓ કેટલા પ્રયાસો કરી રહ્યાં છે.