પોલીસે મંગળવારે મધરાત્રે જ કિડની કૌભાંડના મુખ્ય સુત્રધાર ડો. મુકેશ ચૌધરીને તાપી જિલ્લાના વ્યારા ખાતેથી ઝડપી પાડ્યો હતો.પ્રાથમિક તપાસમાં ડો. મુકેશ ચૌધરી કોઈ તબીબ નથી પરંતુ આયુર્વેદિક દવાઓ માત્ર વેચતો હોવાનું અને તેને કારણે તેને લોકો ડોક્ટર તરીકે ઓળખતા હોવાનું ખૂલ્યું છે. મુકુલ ઉર્ફે મુકેશ ચીમનલાલ ચૌધરી તાપીના વાલોડનો રહેવાસી છે. તે પરંપરાગત દવાઓ વેચવાનો વેપાર કરે છે. તે માત્ર ધો. 12 સુધી જ ભણેલો છે અને કોઈ પણ જાતની ડોક્ટરેટની ડિગ્રી ધરાવતો નથી. પરંતુ આર્યુવેદિક દવાઓ વેચતો હોવાથી લોકો તેને ડો. મુકેશ ચૌધરી તરીકે ઓળખે છે. કૌભાંડમાં તે ષ્ડયંત્ર રચી મદદગારી કરતો હતો. કૌભાંડનો બીજો શખ્સ શેરઅલી ખાન ઉર્ફે શેરૂ રહેમતખાન પઠાણ એ અમદાવાદના નવાબનગર ચંડોળાનો રહેવાસી છે.
પંડોળી ગામના 25 વર્ષના પરણિત યુવકઆમીર બનુંમિયા મલેક ને નાણાંની જરૂરિયાત ઉભી થતાં તેણે ગામનાં જ રફીક ઉર્ફે જાડિયો અને રીયાઝ વ્હોરા નો સાધીને રૂ.2,000/-ની લોન લઇને બાઇક ગીરે મૂકવાની વાત કરી હતી. જેથી આ શખસે જોઇએ તેટલા રૂપિયા અપવાની લાલચ આપીને તેને આણંદ રેલવે સ્ટેશન લઇ ગયા બાદ કેફી પીણું પીવડાવી દીધું હતું.