Home » photogallery » anand » Anand: ખંભાતી પતંગો મોંધી થવાનું કારણ શું! જાણો વેપારીએ ભાવને લઈ શું કહ્યું?

Anand: ખંભાતી પતંગો મોંધી થવાનું કારણ શું! જાણો વેપારીએ ભાવને લઈ શું કહ્યું?

ખંભાતનાં પતંગ વ્યવસાયમાં ચાલુ વર્ષે મંદીનો માહોલ જોવા મળી રહ્યો છે. રોમટિરિયલ ઉપર GST લાગતા પતંગ મોંઘી તૈયાર થઇ રહી છે.પરિણામે ગ્રાહકોને પરવડતી નથી. આ ઉદ્યોગ સાથે 4 હજાર પરિવાર જોડાયેલા છે. મંદીનો માર આ પરિવારને પડશે.

विज्ञापन

  • 18

    Anand: ખંભાતી પતંગો મોંધી થવાનું કારણ શું! જાણો વેપારીએ ભાવને લઈ શું કહ્યું?

    Salim chauhan, Anand: નવાબી નગરી ખંભાત અકીક ઉદ્યોગની સાથે સાથે પતંગ ઉદ્યોગ માટે પણ જાણીતું છે. અહીંની પતંગો દેશ નહીં પરંતુ વિદેશમાં પણ વખણાય છે. બારે માસ અહીંયા 4 હજાર જેટલા પરિવારો પોતાના જ ઘરમાં પતંગો બનાવવાનું કામ કરી રોજીરોટી મેળવી રહ્યાં છે. ઉતરાયણ આડે હવે ગણતરીના દિવસો બાકી છે, ત્યારે પતંગ ઉદ્યોગમાં મંદીનો માહોલ જોવા મળી રહ્યો છે.

    MORE
    GALLERIES

  • 28

    Anand: ખંભાતી પતંગો મોંધી થવાનું કારણ શું! જાણો વેપારીએ ભાવને લઈ શું કહ્યું?

    ખંભાતના ચુનારા સમાજ દ્વારા 100 વર્ષ પહેલા પતંગ બનાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો અને તેમાં તેમને સફળતા મળતા જ તેમણે પતંગને વ્યવસાયમાં પલટ્યો હતો. આજે ખંભાતમાં અલગ અલગ પ્રકારની 30થી વધુ વેરાયટીની પતંગો બનાવવામાં આવી છે. આ વ્યવસાય સાથે અંદાજીત 4 હજાર પરિવારો જોડાયેલા છે.

    MORE
    GALLERIES

  • 38

    Anand: ખંભાતી પતંગો મોંધી થવાનું કારણ શું! જાણો વેપારીએ ભાવને લઈ શું કહ્યું?

    પતંગ ઉડતા સમયે ફાટતી કે તૂટતી નથી.ખંભાતી પતંગની વિશેષતાની જો વાત કરવામાં આવે તો અહીંના પતંગ ઉત્પાદકો મુંબઇ, દિલ્હી, કોલકાતાથી કાચું રો મટિરિયલ મંગાવી ઘરે જ પતંગોનું ઉત્પાદન કરતા હોય છે. ખાસ કરીને ખંભાતી પતંગની કમાન્ડ અને ઢધો વાસમાંથી વિશેષ પ્રકારની પદ્ધતિ અપનાવી બનાવવામાં આવતા હોય છે. આ સાથે પતંગ બનાવતા સમયે પતંગની ચારે કોર દોરી લપેટવામાં આવતા તૈયાર થયેલી આ પતંગ આકાશમાં ઉડતા સમયે ફાટતી કે તૂટતી નથી. જેને લઈ પતંગ રસિકોની પહેલી પસંદ ખંભાતી પતંગ બની છે.

    MORE
    GALLERIES

  • 48

    Anand: ખંભાતી પતંગો મોંધી થવાનું કારણ શું! જાણો વેપારીએ ભાવને લઈ શું કહ્યું?

    ખંભાતમાં વર્ષોથી પતંગના વ્યવસાય સાથે જોડાયેલા ઉમેશ ચુનારાએ જણાવ્યું હતું કે, ગત વર્ષે મંદીનો માહોલ હતો. જેની અસર ચાલુ વર્ષે પણ જોવા મળી રહી છે. રો મટિરિયલ ઉપર GST લાગતા પતંગ મોંઘી તૈયાર થઇ રહી છે. પતંગ મોંઘી પડવાથી ગ્રાહકોને પણ તે પોસાતુ નથી, જેના કારણે ગ્રાહકો ઓછા જોવા મળી રહ્યાં છે. રાજકોટ, વડોદરા, સુરતના વેપારીઓ પતંગ માટે ખંભાતમાં ઓર્ડર આપતા હોય છે. બેંકમાંથી લોન લઈ વેપાર કરીએ છીએ. જો માલ પુરો વેચાય નહીં તો નુકસાન થવાની શક્યતા રહેલી છે.

    MORE
    GALLERIES

  • 58

    Anand: ખંભાતી પતંગો મોંધી થવાનું કારણ શું! જાણો વેપારીએ ભાવને લઈ શું કહ્યું?

    ખંભાતનાં વેપારી મેહુલ ચુનારાએ જણાવ્યું હતું કે,ઉત્તરાયણના હવે માત્ર થોડા જ દિવસ બાકી છે, છતા પણ ગ્રાહકો દેખાઇ રહ્યાં નથી. જે રીતે ગ્રાહકો આવવા જોઈએ તે રીતે આવી રહ્યાં નથી. રો મટિરિયલ મોંઘુ તેમજ મજૂરીના ભાવ ઊંચા હોવાથી પતંગ મોંઘી તૈયાર થાય છે.જેની અસર બજાર ઉપર પડી રહી છે.

    MORE
    GALLERIES

  • 68

    Anand: ખંભાતી પતંગો મોંધી થવાનું કારણ શું! જાણો વેપારીએ ભાવને લઈ શું કહ્યું?

    વેપારી જગદીશભાઇએ જણાવ્યું હતું કે, હાલ મંદીના માહોલમાં ઓર્ડર બુક કરી વેપારીઓ પતંગો લઈ જઈ રહ્યાં છે, પરંતુ નવા ગ્રાહકો બજારમાં દેખાઈ રહ્યાં નથી. કોરોના પછીથી પતંગ ઉદ્યોગમા મંદી આવી રહી છે. પતંગ 7 તબ્બકામાં તૈયાર થાય છે, ખંભાતમાં આશરે 4 હજાર પરિવારો આ વ્યાવસાય સાથે જોડાયેલા છે. જો મંદી રહેશે, તો તેની અસર જોવા મળી શકે તેમ છે. જ્યારે પતંગ ખરીદવા આવતા ગ્રાહકએ જણાવ્યું હતું કે, પતંગના ભાવમાં વધારો થવાથી ગત વર્ષે જે પતંગ લઈ જતા હતા, તેની જગ્યાએ ચાલુ વર્ષે ઓછી પતંગ લઈ જઈ રહ્યાં છે.

    MORE
    GALLERIES

  • 78

    Anand: ખંભાતી પતંગો મોંધી થવાનું કારણ શું! જાણો વેપારીએ ભાવને લઈ શું કહ્યું?

    ખંભાત શ્રીજી પતંગનાં માલિક જયંતીભાઈ ચુનારા એ જણાવ્યું કે ખંભાતનાં નાના મોટા વેપારી દર વર્ષે રોકડા પૈસા 3 થી 4 લાખ રૂપિયાનું રોકાણ કરી પતંગ બનાવતા હોય છે અંદાજે 10 મહિના જેટલો સમય માટે આ પૈસા નું રોકાણ થાય છે અને બે મહિના માટે પતંગ નું વેચાણ કરવામાં આવતું હોય છે ત્યારે આ વર્ષ જોઈએ તેવી ગરાગી જામી નથી જેના લીધે અંદાજે નાનાં મોટાં વેપારી નો માલ જો પડી રેહસે તો એક વેપારી ને 50 હજાર જેટલી નુકશાન સામન્ય થઈ શકે.

    MORE
    GALLERIES

  • 88

    Anand: ખંભાતી પતંગો મોંધી થવાનું કારણ શું! જાણો વેપારીએ ભાવને લઈ શું કહ્યું?

    નાના વેપારી પાસે પતંગ ને સ્ટોર કરવાની જગ્યા નથી હોતી એટલે ખોટ ખાઈને પડતર કિંમત કરતાં નીચા ભાવે નિકાલ પણ કરવો પડે છે પતંગનાં ભાવમાં ગયા વર્ષે એક ટીમ કાગળનો ભાવ 800થી 900 રૂપિયા હતો અને આ વર્ષે એક રિમ કાગળ નો ભાવ 1250 છે જેના લીધે સામાન્ય ખંભાતી ચિલ પતંગ નો ભાવ ગયા વર્ષે 400 જેટલો હતો આ વખતે ખંભાતી ચિલ પતંગ 430થી 450 રૂપિયા માં 100 નંગ પતંગ વેચાઈ છે.

    MORE
    GALLERIES