જનક જાગીરદાર, આણંદ : આણંદ જિલ્લાના પેટલાદ તાલુકાના ઈસરામાં ગામની હેન્ડીકેપ મહિલા સગુણા પટેલે મહિલા સશક્તિકરણનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. સગુણા પટેલને જમણા પગે શારીરિક ખોડ છે, છતાં હિમ્મત ન હાર્યા અને ઓર્ગેનિક પધ્ધતિ હળદરનું ઉત્પાદન અને તેનો પાવડર બનાવી વેચાણ કરી વર્ષ 4 લાખથી વધુ રૂપિયાની કમાણી કરી પોતાના પરિવારને પગભર બનાવ્યું છે, ચોક્કસ તેના આ કાર્યમાં તેમના પતિનો પણ પૂરતો સહકાર મળ્યો છે.
ઇસરામાં ગામની ગ્રામીણ ઘરેલુ મહિલા સગુણા પટેલ ખેડૂતની દીકરી અને ખેડૂતની પત્ની છે માટે સ્વાભાવિક છે કે તેણીને ખેતી પ્રત્યે લગાવ હોય, સગુણા પટેલના પતિ દિપક પટેલ છેલ્લા 10 વર્ષથી અલગ અલગ પાકની ઓર્ગેનિક ખેતી કરે છે. સગુણા પટેલને ઓર્ગેનિક ખેતીનો વિચાર આવ્યો અને તેણી પતિ દિપક પટેલે સગુણા પટેલના વિચારને સમર્થન આપી છેલ્લા 5 વર્ષથી ઓર્ગેનિક પધ્ધતીથી હળદરની ખેતી કરી સગુણા પટેલે સારામાં સારી આવક મેળવી સ્ત્રી શસ્ક્તિકરણનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડયું છે.
હેન્ડીકેપ સગુણા પટેલના જણાવ્યા મુજબ, 5 વર્ષ અગાઉ હળદરની ખેતીની શરૂઆત કરી હતી અને પોતે ખેડૂતની દીકરી છે અને ખેડૂતની પત્ની છે અને ઓર્ગેનિક પધ્ધતીથી હળદરની ખેતીનો વિચાર આવ્યો અને તેનો અમલ કર્યો. આજે તેણી હળદરની ખેતી અને વેપાર દ્વારા 4 થી 5 લાખ રૂપિયાની કમાણી કરે છે ચોક્કસ તેના આ કાર્યમાં 10 અન્ય લોકો અને અતિ મહત્વની બાબત તેમના ખેડૂત પતિ દિપક પટેલ પણ મદદ કરે છે.