બે દિવસ પહેલા પણ હિંમતનગર-અમદાવાદ નેશનલ હાઇવે પર આવો જ અકસ્માત સામે આવ્યો હતો. પ્રાંતિજના ઓરાણ પાટીયા પાસે કાર અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. બાઇક સવાર પ્રાંતિજના વડવાસાના દંપતીને અકસ્માત નડ્યો હતો. કાર ચાલકે બાઇકને હડફેટે લેતા બાઇક સવાર દંપતી ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયું હતું. દંપતીને સારવાર અર્થે ખસેડવામા આવ્યા અને સારવાર દરમિયાન દંપતીનું મોત થયું હતું.ણ