અમદાવાદઃઆણંદ જિલ્લાના કિંડની કૌભાંડનો રેલો હવે દિલ્હી-શ્રીલંકા સુધી પહો્ચ્યો છે. ગઇકાલથી જ પોલીસ દ્વારા તપાસ તેજ કરાઇ છે.પીડીતોએ ઈટીવી સમક્ષ ખુલાસા સાથે મજબૂરીથી પોતાની કિડની વેચી હોવાની વેદના વ્યક્ત કરી હતી.એક પીડિતે દિકરીના લગ્ન માટે કિડની વેચ્યાનું જણાવ્યું હતું. કીડની કૌભાંડની તપાસ માટે સીટની રચના કરાઇ છે. આ કૌભાંડમાં 9 યુવકોના નામ પણ સામે આવ્યાછે. મુખ્ય સુત્રધારને પકડવા પોલીસે દોડધામ શરૂ કરી છે.
તાજેતરમાં જ પંડોળી ગામના 25 વર્ષના પરણિત યુવકઆમીર બનુંમિયા મલેક ને નાણાંની જરૂરિયાત ઉભી થતાં તેણે ગામનાં જ રફીક ઉર્ફે જાડિયો અને રીયાઝ વ્હોરા નો સાધીને રૂ.2,000/-ની લોન લઇને બાઇક ગીરે મૂકવાની વાત કરી હતી. જેથી આ શખસે જોઇએ તેટલા રૂપિયા અપવાની લાલચ આપીને તેને આણંદ રેલવે સ્ટેશન લઇ ગયા બાદ કેફી પીણું પીવડાવી દીધું હતું.
ત્યાર બાદ અજ્ઞાત સ્થળે લઈ જઈ ફરી બેભાન કરી ઓપરેશન દ્વારા કિડની કાઢી લેવામાં આવી હતી. ત્રણ-ચાર દિવસ સુધી તેને અજ્ઞાત સ્થળે રાખ્યા બાદ પુન: બેભાન કરી રીક્ષામાં ઘરે મોકલી આપ્યો હતો. યુવક ગુમ થયો ત્યારે મા-બાપે પોલીસમાં ફરિયાદ નોંધાવા ગતિવિધી કરતા હતા ત્યારે એક વ્યક્તિ તેમના ઘરે આવ્યો હતો અને રૂ.2.80 લાખ જેટલી માતબર રકમ આપીને જણાવ્યું હતું કે, તમારો છોકરો થોડા દિવસમાં પાછો આવી જશે.
તેણે આ પૈસા મોકલ્યા છે, તમે કોઈ ફરિયાદ કરતા નહીં. મહિના પછી યુવક જ્યારે ઘરે આવ્યો ત્યારે તેના પરિવારજનોને જાણ થઈ હતી કે યુવાનની એક કીડની ગાયબ છે. જોકે, બીકના માર્યા તેઓ આ અંગે પોલીસ ફરિયાદ કરવાનું ટાળ્યું હતું . પરંતુ સોમવારે યુવકે ઈટીવી ની ટીમ ને જોઈ હિમ્મત બતાવી અન્ય યુવકો કીડની કૌભાંડ નો ભોગ ના બને તે ,માટે પોલીસ સમક્ષ મો ખોલ્યું છે.
ગામના લોકો ના મતે છેલ્લા કેટલાય વર્ષો થી કીડની વેચવાનું કૌભાંડ ચાલી રહ્યું છે અને અંદાજીત 90 જેટલા યુવકો આ કીડની કૌભાંડ નો ભોગ બન્યા છે. ગામ લોકો માં એવી પણ ચર્ચા ઉઠી હતી કે રાત્રે 2:30 કલાકે એક નંબર વગર ની કાર ગામમાં આવે છે અને ચોક્કસ એજન્ટો મારફતે નાણા ની લાલચ આપી યુવાનો ને લઇ જઈ કીડની કાઢી લેવા માં આવે છે.પંડોળી થી વાયા આણંદ થઇ દિલ્હી સુધી આ કીડની કૌભાંડ પ્રસરેલું છે પંડોળી ના 90 યુવકો આ કૌભાંડ ની ઝપેટ માં આવી ચુક્યા છે કદાચ આ કૌભાંડ અન્ય ગામો માં પણ પગ કરી રહ્યું છે કે નહી તે તપાસ નો વિષય છે.