Home » photogallery » anand » કૃષિ ક્ષેત્રે સ્ટાર્ટઅપ કરવાની ઇચ્છા છે? તો એહીંથી મેળવી શકશો 25 લાખ સુધીની સહાય

કૃષિ ક્ષેત્રે સ્ટાર્ટઅપ કરવાની ઇચ્છા છે? તો એહીંથી મેળવી શકશો 25 લાખ સુધીની સહાય

કૃષિ અને અન્ન સંરક્ષણ  ક્ષેત્રે ઈનોવેશન કરવા ઈચ્છતા ઉદ્યોગ સાહસિકોને આ પ્રોગ્રામ હેઠળ સહાય કરવામાં આવે છે

  • 14

    કૃષિ ક્ષેત્રે સ્ટાર્ટઅપ કરવાની ઇચ્છા છે? તો એહીંથી મેળવી શકશો 25 લાખ સુધીની સહાય

    મયૂર માંકડિયા, ગાંધીનગર : એગ્રી બિઝનેસ ઈનક્યૂબેશન (agri business incubation programme) પ્રોગ્રામ ‘’પલ્લવ’’ અને ‘’પ્રસૂન’’ની ઓનલાઈન અરજી માટેની તા. 31-07-2020 સુધી લંબાવવામાં આવી છે. કૃષિ અને અન્ન સંરક્ષણ  ક્ષેત્રે ઈનોવેશન કરવા ઈચ્છતા ઉદ્યોગ સાહસિકોને આ પ્રોગ્રામ હેઠળ સહાય કરવામાં આવે છે. આણંદ કૃષિ યુનિવર્સિટીની ‘કોલેજ ઓફ ફૂડ પ્રોસેસિંગ એન્ડ એગ્રી સ્ટાર્ટઅપ’ (college of food processing and agri startup) આ કાર્યક્રમનું સંચાલન કરે છે, જેને ભારત સરકારના કૃષિ અને ખેડૂત કલ્યાણ વિભાગનો સહયોગ પ્રાપ્ત થઈ રહ્યો છે.

    MORE
    GALLERIES

  • 24

    કૃષિ ક્ષેત્રે સ્ટાર્ટઅપ કરવાની ઇચ્છા છે? તો એહીંથી મેળવી શકશો 25 લાખ સુધીની સહાય

    આ કાર્યક્રમમાં ખેતી અને અન્ન સંરક્ષણ ક્ષેત્રે ઈનોવેશન કરવા માંગતા ઉદ્યોગ સાહસિકોને કેન્દ્રમાં  બે મહિનાની તાલીમ પણ આપવામાં આવે છે. ખેતી, ખોરાક, બાગાયત, ડેરી, પશુપાલન, એગ્રીકલ્ચર એન્જિનિયરિંગ અને એગ્રીકલ્ચર ઈન્ફર્મેશન ટેકનોલોજી ક્ષેત્રે નવા આઈડિયા સાથે પોતાનો વ્યવસાય શરુ કરવા ઈચ્છતા ઉદ્યોગસાહસિકો આ કાર્યક્રમમાં જોડાઈ શકે છે. આ અંગે વધુ વિગતો માટે www.aauincubator.in પર સંપર્ક કરી શકાશે.

    MORE
    GALLERIES

  • 34

    કૃષિ ક્ષેત્રે સ્ટાર્ટઅપ કરવાની ઇચ્છા છે? તો એહીંથી મેળવી શકશો 25 લાખ સુધીની સહાય

    પલ્લવ :  એગ્રીપ્રિન્યોરશીપ ઓરિએન્ટેશન પ્રોગ્રામ(પ્રી સીડ સ્ટેજ ફંડિગ)માં કૃષિ ક્ષેત્રે ઈનોવેશન માટે  ઉદ્યોગ સાહસિકોને  રૂ.5 લાખ સુધીની સહાય. નિવાસી તાલીમ કાર્યક્રમ, કાર્યશાળાની સુવિધા. તાલીમાર્થીને ઉદ્યોગો, શૈક્ષણિક નિષ્ણાતોનું માર્ગદર્શન અને રૂ. 10 હજાર સુધીની વૃતિકા. વર્લ્ડ ક્લાસ રિસર્ચ લેબોરેટરીમાં પ્રયોગોની તક.

    MORE
    GALLERIES

  • 44

    કૃષિ ક્ષેત્રે સ્ટાર્ટઅપ કરવાની ઇચ્છા છે? તો એહીંથી મેળવી શકશો 25 લાખ સુધીની સહાય

    પ્રસૂન : એગ્રીપ્રિન્યોરશીપ ઈનક્યૂબેશન પ્રોગ્રામ ( સીડ સ્ટેજ ફંડિગ)માં કૃષિ વ્યવસાયના વિસ્તૃતીકરણ માટે રૂ. 25 લાખ સુધીની સહાય આપવામાં આવે છે, તેમ જ  ઉદ્યોગો અને શૈક્ષણિક નિષ્ણાતોનું માર્ગદર્શન પુરુ પાડવામાં આવે છે. અને વર્લ્ડ ક્લાસ લેબોરેટરીમાં પ્રયોગો માટે તક પૂરી પાડવામાં આવે છે. પ્રસૂન : એગ્રીપ્રિન્યોરશીપ ઈનક્યૂબેશન પ્રોગ્રામ ( સીડ સ્ટેજ ફંડિગ)માં કૃષિ વ્યવસાયના વિસ્તૃતીકરણ માટે રૂ. 25 લાખ સુધીની સહાય આપવામાં આવે છે, તેમ જ  ઉદ્યોગો અને શૈક્ષણિક નિષ્ણાતોનું માર્ગદર્શન પુરુ પાડવામાં આવે છે. વર્લ્ડ ક્લાસ લેબોરેટરીમાં પ્રયોગો માટે તક પૂરી પાડવામાં આવે છે.

    MORE
    GALLERIES