Home » photogallery » anand » આણંદ : PUBGના રવાડે ચડેલા 16 વર્ષના કિશોરનો આપઘાત, પિતાએ ઠપકો આપતા જિંદગી ટૂંકાવી

આણંદ : PUBGના રવાડે ચડેલા 16 વર્ષના કિશોરનો આપઘાત, પિતાએ ઠપકો આપતા જિંદગી ટૂંકાવી

PUBG રમતા સંતાનોના વાલીઓ માટે લાલબત્તી સમાન કિસ્સો, પરિવારે વ્હાલસોયો ગુમાવ્યો

विज्ञापन

  • 15

    આણંદ : PUBGના રવાડે ચડેલા 16 વર્ષના કિશોરનો આપઘાત, પિતાએ ઠપકો આપતા જિંદગી ટૂંકાવી

    જનક જાગીરદાર, આણંદ : આજકાલના બાળકોને Online ગેમિંગનું ઘેલું લાગ્યું છે. વાલીઓ નાની ઉંમરે બાળકોને સ્માર્ટફોન આપે છે ત્યારે તેમને સ્વપ્ને પણ ખ્યાલ નથી હોતો કે આના દુર્ગમ પરિણામો કેવા આવી શકે છે. ત્યારે ખૂબ જ લોકપ્રિય ગેમ PUBG રમવા બાબતે આણંદના ઉમરેઠ તાલુકાના (Sureli Village Anand) સુરેલી ગામે એક કિશોરે (boy Commited suicide over PUBG)આપઘાત કરીને જિંદગી ટૂંકાવી લીધી છે. હાલમાં ઑનલાઇન એજ્યુકેશનના કારણે બાળકોને સ્માર્ટફોન આપવા ફરજિયાત છે ત્યારે વાલીઓએ આ પાસાનો વિચાર ખાસ કરવા જેવો છે.

    MORE
    GALLERIES

  • 25

    આણંદ : PUBGના રવાડે ચડેલા 16 વર્ષના કિશોરનો આપઘાત, પિતાએ ઠપકો આપતા જિંદગી ટૂંકાવી

    PUBG ગેમની આદત હવે જોખમી બનતી જાય છે. 16 વર્ષીય કિશોરેને પિતાએ ગેમ રમવાની ના પાડતા 16 વર્ષના કિશોર ડાંગરમાં નાખવાની ઝેરી દવા ગટગટાવી અને જિંદગી ટૂંકાવી હતી. આ ગેમના કારણે રાજ્યમાં અને દેશમાં અનેક બાળકોએ પોતાની જિંદગી ટૂંકાવી છે જેમાં સુરેલીના એક લાડકા

    MORE
    GALLERIES

  • 35

    આણંદ : PUBGના રવાડે ચડેલા 16 વર્ષના કિશોરનો આપઘાત, પિતાએ ઠપકો આપતા જિંદગી ટૂંકાવી

    આણંદના ઉમરેઠના સુરેલી ગામે શિક્ષિક પિતાએ યુવકનને વારંવાર PUBG રમવાની પિતાએ ના પાડી હતી. શિક્ષક પિતા આ ઝેરથી વાકેફ હતા પરંતુ ડિજિટલ ઝેરથી બચાવા જતા પુત્રએ ઝેરની દવા પીને જિંદગી ટૂંકાવી હતી.

    MORE
    GALLERIES

  • 45

    આણંદ : PUBGના રવાડે ચડેલા 16 વર્ષના કિશોરનો આપઘાત, પિતાએ ઠપકો આપતા જિંદગી ટૂંકાવી

    આ મામલે આણંદના ઉમરેઠ પોલીસ મથકે અકસ્માતે મોતનો ગુનો દાખલ કરીને ફરિયાદ નોંધવામાં આવી છે. જોકે, આ કિસ્સો એ તમામ વાલીઓ માટે ચેતવણીરૂપ છે, જેમના સંતાનો ચોવીસ કલાક ગેમમાં રચ્યા પચ્યા રહે છે.

    MORE
    GALLERIES

  • 55

    આણંદ : PUBGના રવાડે ચડેલા 16 વર્ષના કિશોરનો આપઘાત, પિતાએ ઠપકો આપતા જિંદગી ટૂંકાવી

    મનોચિકિત્સકો કહે છે કે તમારા સંતાનોને જરૂરિયાત હોય તો પણ નાની ઉંમરે સ્માર્ટફોનનું વળગણ ન લગાડવું જોઈએ. ઓનલાઇન એજ્યુકેશન માટે પણ વાલીઓે પોતાના મોબાઇલ ફોનનો ઉપયોગ કરવા આપવો જોઈએ. હાલમાં શાળાઓ બંધ હોવાના લીધે જ્યારે તમામ બાળકો સ્માર્ટફોનની નજીક છે ત્યારે આ કિસ્સો અન્ય વાલીઓ માટે ચેતવણી સમાન છે.

    MORE
    GALLERIES