Home » photogallery » amreli » અમરેલી પંથકમાં અચાનક વાતાવરણમાં પલટો, અનેક ગામમાં વરસાદ

અમરેલી પંથકમાં અચાનક વાતાવરણમાં પલટો, અનેક ગામમાં વરસાદ

કાળઝાળ ગરમીથી રાજ્ય સહિત દેશભરના લોકો ત્રાહીમામ પોકારી ગયા છે. ભારતીય હવામાન વિભાગ (IMD)નું કહેવું છે કે આગામી 24 કલાકમાં દક્ષિણ પશ્ચિમ ચોમાસું કેરળના કિનારે દસ્તક દેશે.

  • 14

    અમરેલી પંથકમાં અચાનક વાતાવરણમાં પલટો, અનેક ગામમાં વરસાદ

    રાજેશ ગઢિયા, અમરેલી : કાળઝાળ ગરમી વચ્ચે અમરેલી પંથકમાં ટંડકના સમાચાર સામે આવ્યા છે. અમરેલી પંથકના અનેક ગામમાં અચાનક વાતાવરણમાં પલટો સર્જાયો અને વરસાદી ઝાપટા પડતા સમગ્ર વિસ્તારમાં ગરમીથી રાહત મળી છે.

    MORE
    GALLERIES

  • 24

    અમરેલી પંથકમાં અચાનક વાતાવરણમાં પલટો, અનેક ગામમાં વરસાદ

    પ્રાપ્ત માહિતી મુજબ, અમરેલી જીલ્લાના દારી પંથકમાં સાંજે અચાનક વાતાવરણમાં પલટો જોવા મળ્યો, અને ધીમા પવન સાથે વાદળ છાયુ વાતાવરણ સર્જાઈ ગયું અને વરસાદી ઝાપટુ પડ્યું. કાળઝાળ ગરમીથી સેકાઈ રહેલા અમરેલીવાસીઓને અચાનક વાતાવરણમાં પલટો આવતા ગરમીથી આશીક રાહત મળી છે.

    MORE
    GALLERIES

  • 34

    અમરેલી પંથકમાં અચાનક વાતાવરણમાં પલટો, અનેક ગામમાં વરસાદ

    અમરેલીના ધારી પંથકના ગઢિયા, વીરપુર સહિતના વિસ્તારોમાં વરસાદે સારી મેઘ મહેર કરી, જેના પગલે વાતાવરણમાં ટંડક પ્રસરી ગઈ હતી. કાળઝાળ ગરમી વચ્ચે વરસાદ વરસતા લોકો ખુશખુશાલ થઈ ગયા અને રાહતનો શ્વાસ લીધો હતો.

    MORE
    GALLERIES

  • 44

    અમરેલી પંથકમાં અચાનક વાતાવરણમાં પલટો, અનેક ગામમાં વરસાદ

    ઉલ્લેખનીય છે કે, કાળઝાળ ગરમીથી રાજ્ય સહિત દેશભરના લોકો ત્રાહીમામ પોકારી ગયા છે. ભારતીય હવામાન વિભાગ (IMD)નું કહેવું છે કે આગામી 24 કલાકમાં દક્ષિણ પશ્ચિમ ચોમાસું કેરળના કિનારે દસ્તક દેશે. તો IMDએ નાગાલેન્ડ, છત્તીસગઢ, મિઝોરમ, ત્રિપુરા, આસામ, મેઘાલય અને કેરળમાં આગામી 72 કલાક દરમિયાન ભારે વરસાદની આગાહી વ્યક્ત કરી છે. સાથે જ ઉત્તર ભારતના અનેક વિસ્તારોમાં ગરમીથી આગામી થોડા દિવસોમાં રાહત રહેવાની આશા વ્યક્ત કરી છે. આ ઉપરાંત ઝારખંડ અને બિહારના અનેક વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે. આ વર્ષે દિલ્હીમાં ચોમાસું પહેલી જુલાઈ સુધી પહોંચવાનો અંદાજ છે.

    MORE
    GALLERIES