Home » photogallery » amreli » અમરેલી-દ્વારકામાં ફરી માવઠું, કડાકા-ભડાકા સાથે વરસાદ થતાં પાણી ભરાયા

અમરેલી-દ્વારકામાં ફરી માવઠું, કડાકા-ભડાકા સાથે વરસાદ થતાં પાણી ભરાયા

ફરી ભારે પવન સાથે જામ્યો વરસાદ. છ દિવસથી વરસાદના કારણે ખેતરોમાં ભરાયા પાણી. પાકને નુક્સાન થતાં ખેડૂતોની વધી ચિંતા.

  • 15

    અમરેલી-દ્વારકામાં ફરી માવઠું, કડાકા-ભડાકા સાથે વરસાદ થતાં પાણી ભરાયા

    અમરેલી: રાજ્યમાં હજુ બે દિવસ માવઠાની આગાહી વચ્ચે ફરી એક વખત અમરેલી અને દ્વારકાના વાતાવરણમાં પલટો આવ્યો છે. અહીં બપોર બાદ વરસાદી માહોલ છવાયો હતો અને કડાકાભડાકા સાથે ધોધમાર વરસાદ પડ્યો છે. સાથે જ રાજુલાની નદીમાં પૂરની સ્થિતિ જોવા મળી રહી છે, જ્યારે ખેતરોમાં પાણી ભરાતા ખેડૂતોની ચિંતા વધી છે.

    MORE
    GALLERIES

  • 25

    અમરેલી-દ્વારકામાં ફરી માવઠું, કડાકા-ભડાકા સાથે વરસાદ થતાં પાણી ભરાયા

    અમરેલીના રાજુલાના કોસ્ટલ બેલ્ટ વરસાદ વરસાદ ખાબક્યો છે. ભારે પવન સાથે વરસાદ જામ્યો છે. બપોર બાદ રાજુલા, ડૂંગર, ઝાપોદરમાં વરસાદ પડ્યો છે. જ્યારે સાવરકૂંડલાના ઘાંડલાની ચિખલિયો નદીમાં પુર આવ્યો છે. સમગ્ર પંથકમાં ચોમાસા જેવો માહોલ જોવા મળી રહ્યો છે. સાથે જ ખેડૂતોની મુશ્કેલી વધતી જણાય છે અને નુકસાનીમાં વધારો થયો છે.

    MORE
    GALLERIES

  • 35

    અમરેલી-દ્વારકામાં ફરી માવઠું, કડાકા-ભડાકા સાથે વરસાદ થતાં પાણી ભરાયા

    અમરેલીના સાવરકુંડલાના ગ્રામીણ વિસ્તારમાં પણ વરસાદ પડ્યો છે. ખડસલી, વીજપડી, છાપરી, આંબરડીમાં વરસાદ પડ્યો છે. અમરેલી જિલ્લામાં વરસાદી માહોલ છવાયો છે. ધારીના ગ્રામીણ વિસ્તારોમાં પણ વરસાદ વરસ્યો છે. નાગધ્રા, લાખાપાદર,હીરાવા સહિતના ગામડાઓમાં વરસાદ પડ્યો છે. ગીર પંથકના ગામડાઓમાં પણ વરસાદી માહોલ છવાયો છે.

    MORE
    GALLERIES

  • 45

    અમરેલી-દ્વારકામાં ફરી માવઠું, કડાકા-ભડાકા સાથે વરસાદ થતાં પાણી ભરાયા

    દ્વારકાના ખંભાળિયામાં પવન સાથે વરસાદ પડ્યો છે. કોઠાવિષોત્રી, માંજા દાતા, ગાંઈજમાં વરસાદ વરસ્યો છે. છ દિવસથી વરસાદના કારણે ખેતરોમાં પાણી ભરાયા છે. કમોસમી વરસાદથી ખેડૂતોને ભારે નુક્સાન સહન કરવાનો વારો આવ્યો છે. પાકને નુક્સાન થતાં ખેડૂતોની ચિંતા વધી છે.

    MORE
    GALLERIES

  • 55

    અમરેલી-દ્વારકામાં ફરી માવઠું, કડાકા-ભડાકા સાથે વરસાદ થતાં પાણી ભરાયા

    રાજ્યમાં સતત કમોસમી વરસાદ પડી રહ્યો છે, જેના કારણે ખેડૂતોને ભારે નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે. આવામાં ગુજરાતના હવામાનને લઇને વધુ એક આગાહી (Gujarat Weather Forecast) સામે આવી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, હજુ આગામી બે દિવસ સામાન્ય વરસાદની આગાહી છે. એટલે કે હજુ બે દિવસ માવઠુ થશે. હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહી અનુસાર, સૌરાષ્ટ્ર, કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ સહિતના વિસ્તારમાં ગાજવીજ અને ભારે પવન સાથે સામાન્ય વરસાદ પડી શકે છે. 48 કલાક બાદ માવઠાથી છૂટકારો મળવાની શક્યતા છે.

    MORE
    GALLERIES