રાજન ગઢિયા, અમરેલી : અમરેલી જિલ્લાની (Amreli) ધારી (Dhari) ગીરની દલખાણીયા રેંજમાં (Dalkhaniya Range) આવેલા એક ગામમાં આજે કરૂણ ઘટના ઘટી છે. અહીંયા વાડીએ રહેતા એક 75 વર્ષના (Leopard Killed 75 Years old) આધેડને દીપડાએ ફાડી ખાધા હતા. આ ઘટના એચલી દુ:ખદ સાથે સાથે ચોંકાવનારી છે કે જાણીને ભલભલાના રૂવાંડા ઊભા થઈ જશે. કારણ કે આધેડને માનસિક સમસ્યા હોવાથી તેઓ એકલા જ વાડી રહેતા હતા તેવામાં દીપડાએ તેમને ફાડી ખાતા હાહાકાર મચી ગયો છે.