રાજન ગઢિયા, અમરેલીઃ માતાને મમતાની મુરત કહેવા છે પરંતુ અમરેલી (Amreli) જિલ્લાના ખેરા ગામમાં (khera village) એક માતાના હાથે પુત્રની હત્યા થઈ હોવાની ચકચારી ઘટના બની હતી. હોળીના તહેવારમાં (holi festival) જ લોહિયાળ ખેલ ખેતાલા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી હતી. ભાઈ માનસિક અસ્વસ્થ બહેનને હેરાન પરેશાન કરતો હોવાના કારણે માતાએ લકાડી વડે માર મારીને પુત્રની જ હત્યા (mother killed son) કરી નાંખી હતી. આ અંગે પીપાવાવ મરીન પોલીસ (Pipavav marin police) ઘટના સ્થળે પહોંચીને આગળની કાર્યવાહી હાથધરી છે.
પોલીસને પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું હતું કે, રાજુલાના ખેરા ગામમાં રહેતા 30 વર્ષીય સવજીભાઈ વિઠલભાઈ શિયાળ નામનો યુવક તેમની માનસિક બીમાર એવી સગી બહેનને હેરાન પરેશાન કરતો હતો અને તેવા સમયે તેમની સગી માતા અને કેટલાક કુટુંબના લોકો દ્વારા લાકડી વડે ગંભીર ઘા માર મારી હત્યા નિપજાવી નાખતા ચકચાર મચી જવા પામી છે.