Home » photogallery » amreli » ભારત બંધ: પરેશ ધાનાણી અને પોલીસ વચ્ચે પકડા પકડી, પોલીસ જોતી રહી ને ધાનાણી કાફલા વચ્ચેથી નીકળી ગયા

ભારત બંધ: પરેશ ધાનાણી અને પોલીસ વચ્ચે પકડા પકડી, પોલીસ જોતી રહી ને ધાનાણી કાફલા વચ્ચેથી નીકળી ગયા

અમરેલીમાં પરેશ ધાનાણી દુકાનો બંધ કરાવવા માટે સ્કૂટર લઈને ફર્યાં, ભાજપ નેતા દિલીપ સંઘાણી દુકાનો ચાલુ રખાવવા માટે સાઇકલ લઈને ફર્યાં.

विज्ञापन

  • 19

    ભારત બંધ: પરેશ ધાનાણી અને પોલીસ વચ્ચે પકડા પકડી, પોલીસ જોતી રહી ને ધાનાણી કાફલા વચ્ચેથી નીકળી ગયા

    અમરેલી: કૃષિ બિલના વિરોધમાં આજે દિલ્હી ખાતે વિરોધ પ્રદર્શન કરી રહેલા ખેડૂતો (Farmers Protest)એ ભારત બંધ (Bharat Bandh)ની જાહેરાત કરી છે. આ બંધને કૉંગ્રેસે (Congress) સમર્થન આપ્યું છે. આ સાથે જ ગુજરાતમાં પણ કૉંગ્રેસ તરફથી ઘર્ષણમાં ઉતર્યાં વગર ભારત બંધને સમર્થન કરવાની જાહેરાત કરવામાં આવી છે. ત્યારે અમરેલી ખાતે વિપક્ષ નેતા પરેશ ધાનાણી (Paresh Dhanani) સ્કૂટર પર દુકાનો બંધ કરાવવા માટે નીકળ્યા હતા. જોકે, તેમણે બળજબરીથી દુકાનો બંધ કરાવી ન હતી પરંતુ સ્કૂટર પર ફરીને બે હાથ જોડીને દુકાનો બંધ રાખવા માટે અપીલ કરી હતી. બીજી તરફ પોલીસ પણ તેમની અટકાયત કરવા માટે પાછળ પડી હતી. આ દરમિયાન ધાનાણી અને પોલીસકર્મીઓ વચ્ચે તું તું મેં મેં પણ થયું હતું.

    MORE
    GALLERIES

  • 29

    ભારત બંધ: પરેશ ધાનાણી અને પોલીસ વચ્ચે પકડા પકડી, પોલીસ જોતી રહી ને ધાનાણી કાફલા વચ્ચેથી નીકળી ગયા

    ધાનાણી સ્કૂટર પર ફરીને દુકાનદારોને પોતાની દુકાનો બંધ રાખવા માટે અપીલ કરી રહ્યા હતા. આ દરમિયાન પોલીસ પણ તેમની પાછળ પડી હતી. એકંદરે અમરેલીમાં બંધને મિશ્ર પ્રતિસાદ મળ્યો હતો. કૉંગ્રેસે એવી રણનીતિ ઘડી હતી કે અલગ અલગ જૂથમાં શહેરમાં ફરીને દુકાનો બંધ રાખવા માટે અપીલ કરવી.

    MORE
    GALLERIES

  • 39

    ભારત બંધ: પરેશ ધાનાણી અને પોલીસ વચ્ચે પકડા પકડી, પોલીસ જોતી રહી ને ધાનાણી કાફલા વચ્ચેથી નીકળી ગયા

    આ દરમિયાન એક સમયે પોલીસના કાફલાએ પરેશ ધાનાણીને ઘેરી લીધા હતા. આ સમયે પોલીસ અને તેમની વચ્ચે તું તું મેં મેં પણ થઈ હતી. આ સમયે જ ધાનાણી પોલીસ કાફલા વચ્ચેથી સ્કૂટર લઈને ભાગવામાં સફળ થયા હતા. બીજી તરફ પોલીસ આ દ્રશ્યને જોતી જ રહી હતી.

    MORE
    GALLERIES

  • 49

    ભારત બંધ: પરેશ ધાનાણી અને પોલીસ વચ્ચે પકડા પકડી, પોલીસ જોતી રહી ને ધાનાણી કાફલા વચ્ચેથી નીકળી ગયા

    દુકાનદારોએ ધાનાણીની વાત માની: મળતી માહિતી પ્રમાણે અમરેલીમાં 80 ટકાથી વધારે દુકાનો બંધ રહી છે. પરેશ ધાનાણી અને કૉંગ્રેસના કાર્યકરોની અપીલને પગલે દુકાનદારોએ પોતાની દુકાનો બંધ કરી દીધી હતી. ઉલ્લેખનીય છે કે અમરેલી શહેર વિપક્ષ નેતા પરેશ ધાનાણીનો ગઢ છે. આ કારણે દુકાનદારોએ પણ તેમને સમર્થન આપ્યું હોય તેવું લાગી રહ્યું છે.

    MORE
    GALLERIES

  • 59

    ભારત બંધ: પરેશ ધાનાણી અને પોલીસ વચ્ચે પકડા પકડી, પોલીસ જોતી રહી ને ધાનાણી કાફલા વચ્ચેથી નીકળી ગયા

    ...આખરે ધાનાણીની અટકાયત: પરેશ ધાનાણી અને કૉંગ્રેસના સભ્યો એક કલાક સુધી વિવિધ બજારમાં ફર્યાં હતા અને દુકાનદારોને દુકાનો બંધ રાખવા માટેની અપીલ કરી હતી. પોલીસ અને ધાનાણી વચ્ચે પકડમ પકડી બાદ આખરે પોલીસ ધાનાણીની અટકાયત કરી લીધી હતી. આ સાથે કૉંગ્રેસના અન્ય કાર્યકરોની પણ અટકાત કરી લેવામાં આવી હતી. જે બાદમાં તમામને અમરેલી સિટી પોલીસ સ્ટેશન ખાતે લઈ જવામાં આવ્યા હતા.

    MORE
    GALLERIES

  • 69

    ભારત બંધ: પરેશ ધાનાણી અને પોલીસ વચ્ચે પકડા પકડી, પોલીસ જોતી રહી ને ધાનાણી કાફલા વચ્ચેથી નીકળી ગયા

    ધાનાણીની અટકાયત બાદ ભાજપના નેતા દિલીપ સંઘાણી સાઇકલ લઈને અમરેલીના રસ્તાઓ પર નીકળ્યા હતા અને દુકાનદારોને દુકાનો ખુલ્લી રાખવા જણાવ્યું હતું. આ સાથે જ તેમણે દુકાનદારોને કોઈનાથી પણ ન ડરવાનું પણ જણાવ્યું હતું.

    MORE
    GALLERIES

  • 79

    ભારત બંધ: પરેશ ધાનાણી અને પોલીસ વચ્ચે પકડા પકડી, પોલીસ જોતી રહી ને ધાનાણી કાફલા વચ્ચેથી નીકળી ગયા

    ભાજપ નેતા દિલીપ સંઘાણી સાઇકલ લઈને અમરેલીના રસ્તા પર ફર્યાં. વેપારીઓને દુકાનો ચાલુ રાખવા અપીલ કરી.

    MORE
    GALLERIES

  • 89

    ભારત બંધ: પરેશ ધાનાણી અને પોલીસ વચ્ચે પકડા પકડી, પોલીસ જોતી રહી ને ધાનાણી કાફલા વચ્ચેથી નીકળી ગયા

    પોલીસ કાફલા વચ્ચે ઘેરાયેલા ધાનાણી.

    MORE
    GALLERIES

  • 99

    ભારત બંધ: પરેશ ધાનાણી અને પોલીસ વચ્ચે પકડા પકડી, પોલીસ જોતી રહી ને ધાનાણી કાફલા વચ્ચેથી નીકળી ગયા

    પરેશ ધાનાણીની અટકાયત.

    MORE
    GALLERIES