રાજન ગઢિયા, અમરેલી: લગ્નને અનોખા બનાવવા માટે આજ કાલ લોકો અવનવી તરકીબ આજમાવતા હોય છે. પરંતુ અમરેલીના પોલીસમાં ફરજ બજવતાં યુવક-યુવતી લગ્ન ગ્રંથિએ જોડાવવા માટે જઈ રહ્યો છે. ત્યારે તેમણે એક અનોખી પહેલ કરી છે. હાલ સાયબર ક્રાઇમના ગુના વધી રહ્યા છે. તો આ બધાથી કઈ રીતે બચી શકાય તે માટેની ડિજિટલ કંકોત્રી તૈયાર કરી એક નવો જ ચીલો ચીતર્યો છે. ત્યારે શું છે કંકોત્રીની વિશેષતા તે પણ જોઇએ.