Home » photogallery » amreli » બંધનું એલાનઃ ધાનાણીએ વિદ્યાર્થીઓને કહ્યું, 'દફ્તર ખભે નાખો અને એક દિવસ રજા રાખો'

બંધનું એલાનઃ ધાનાણીએ વિદ્યાર્થીઓને કહ્યું, 'દફ્તર ખભે નાખો અને એક દિવસ રજા રાખો'

ધાનાણીએ પોતાના વિસ્તારમાં બે હાથ જોડીને લોકોને બંધમાં સહકાર આપવાની વિનંતી કરી હતી.

  • 16

    બંધનું એલાનઃ ધાનાણીએ વિદ્યાર્થીઓને કહ્યું, 'દફ્તર ખભે નાખો અને એક દિવસ રજા રાખો'

    કોંગ્રેસ તરફથી ભારત બંધના એલાનને પગલે અમરેલીના ધારાસભ્ય અને વિપક્ષના નેતા પરેશ ધાનાણી પણ પોતાના વિસ્તારમાં દુકાનો અને સ્કૂલો બંધ કરાવવા માટે નીકળ્યા હતા. ધાનાણીએ પોતાના વિસ્તારમાં બે હાથ જોડીને લોકોને બંધમાં સહકાર આપવાની વિનંતી કરી હતી. આ દરમિયાન ઘણા લોકોએ પરેશ ધાનાણી સાથે દલીલો પણ કરી હતી. ધાનાણી પોતાના વિસ્તારની એક સ્કૂલમાં પણ પહોંચ્યા હતા અને વિદ્યાર્થીઓને એક દિવસ બંધ પાળવા સજાવ્યા હતા. આગળ વાંચો બંધ કરાવવા નીકળેલા ધાનાણી અને લોકો વચ્ચેનો સંવાદ.

    MORE
    GALLERIES

  • 26

    બંધનું એલાનઃ ધાનાણીએ વિદ્યાર્થીઓને કહ્યું, 'દફ્તર ખભે નાખો અને એક દિવસ રજા રાખો'

    એક સ્કૂલમાં પહોંચેલા ધાનાણીએ વિદ્યાર્થીઓ સાથે વાતચીત કરતા કહ્યું કે, "આ મોંઘવારીમાં આખો દેશ બંધ છે અને તમે રૂમમાં પુરાઈ રહ્યા છો. તમે યુવાધાન ટેકો નહીં આપો તો કોણ આપશે. બધેય હડતાળ છે, પેટ્રોલ-ડીઝના ભાવ ઘટાડવા માટે દફ્તર ખભે નાખીને બધા સાથ આપો. અમે ભણતા હતા ત્યારે આવા મુદ્દા માટે ટેકો આપવા જતા હતા. તમે બધા ટેકો આપીને એક દિવસની રજા રાખો એટલે આ ઊંઘી રહેલા સરકારને ખબર પડે કે અને પેટ્રોલની કિંમત રૂ. 80માંથી ઘટીને રૂ. 50 થાય."

    MORE
    GALLERIES

  • 36

    બંધનું એલાનઃ ધાનાણીએ વિદ્યાર્થીઓને કહ્યું, 'દફ્તર ખભે નાખો અને એક દિવસ રજા રાખો'

    "બે હાથ જોડીને વિનંતી કરું છું કે બધાય સમર્થન આપો. બધાય સહકાર આપો, આખો દેશ લૂંટાઈ ગયો છે. "

    MORE
    GALLERIES

  • 46

    બંધનું એલાનઃ ધાનાણીએ વિદ્યાર્થીઓને કહ્યું, 'દફ્તર ખભે નાખો અને એક દિવસ રજા રાખો'

    "ત્રણ વાગ્યા સુધી થોડોક સહકાર આપો. ભાવ ઘટશે તો ફાયદો બધાને થવાનો છે. મારા ભાઈ ખિસ્સામાં હશે તો આપણે અહીં ઉભી રહી શકીશું. આખો દેશ અટકી ગયો છે. બધાને બે હાથ જોડીને વિનંતી."

    MORE
    GALLERIES

  • 56

    બંધનું એલાનઃ ધાનાણીએ વિદ્યાર્થીઓને કહ્યું, 'દફ્તર ખભે નાખો અને એક દિવસ રજા રાખો'

    અમુક લોકોએ કરી દલીલોઃ એક વ્યક્તિએ દલીલ કરી કે 2013ના વર્ષમાં પેટ્રોલનો ભાવ રૂ. 84 હતો ત્યારે પરેશ ધનાણીએ કહ્યું કે, "રૂ. 73 ઉપર ક્યારેય ભાવ નથી ગયો. તમારે દુકાન ખુલ્લી રાખવી હોય તો રાખો. તમે રૂ. 80 લેખે પેટ્રોલ પુરાવો અમને વાંધો નથી. અમે વિનંતી કરવા આવ્યા છીએ."

    MORE
    GALLERIES

  • 66

    બંધનું એલાનઃ ધાનાણીએ વિદ્યાર્થીઓને કહ્યું, 'દફ્તર ખભે નાખો અને એક દિવસ રજા રાખો'

    "આખો દેશ અટકી ગયો છે, અડધો ટક ટેકો આપો તેવી વિનંતી."

    MORE
    GALLERIES