અમરેલી : અમરેલી પોલીસના (Amreli police) 2 એ.એસ.આઈ સહિત 12 જવાનોએ (12 Jawans) અમરેલીના ફરજ નિષ્ઠ પોલીસને શરમ આવે તેવું કામ કરતા તેમની સામે તવાઈ બોલી છે. સરકારી આવાસોમાં રહેતા આ જવાનોએ એવું કામ કર્યુ કે છે તે જાણીને સામાન્ય માણસને આંચકો લાગી શકે છે. જોકે, આ ઘટનાની જાણ થતા જ અમરેલીના (SP Amreli Nirlipt rai) સિંઘમ એસ.પી. નિર્લિપ્ત રાય હરકતમાં આવી ગયા છે અને તેમણે સપાટો બોલાવ્યો છે.
પોલીસ જ 'ચોરી'માં સંડોવાયેલી માલુમ પડતા એસ.પી. નિર્લિપ્ત રાયે તેમને તાત્કાલિક અસરથી ક્વાર્ટર ખાલી કરાવ્યા હોવાની જાણકારી મળી રહી છે. પોલીસ ખાતા માં અને કાયદા ના જાણકાર હોવા છતાં વીજ ચોરી કરવી ગુન્હો હોય અમરેલી એસપી નિર્લેપ રાય દ્વારા 12 જેટલા પોલીસ કર્મચારી ને પોલીસ આવાસ ખાલી કરવા તુરંત આદેશ અપાયો છે.
આ મામલે ગેરકાયદેસર કનેક્શન લેનારા જવાનોમાં શિવરાજ વાળા, શીવાભાઈ જાજળીયા, નારણભાઈ જાગસર (ASI), અરવિંદ ચોહાણ, જ્યોત્સના ધમલ, હિતેષ દાન ભેવલીયા, ચંદનગીરી ગોસ્વામી (ASI), શ્રદ્ધા ગરૈયા, રવિરાજ ખુમાણ, પારૂલ ગોરધનભાઈ, રતન જાદન, પારસ ધડૂકનો સમાવેશ થાય છે. આ તમામ લોકો સામે એસ.પીએ કાર્યવાહીનો આદેશ આપ્યો છે.