

બોલિવૂડનાં મહાનાયક અમિતાભ બચ્ચને ઉત્તર પ્રદેશનાં ખેડૂતોનું દેવું ચુકવવાનો નિર્ણય કર્યો છે. આ માટે તેઓ તમામ ખેડૂતોને પર્સનલી ળવાનાં છે અને તેમને બેંક લેટર્સ આપવાનાં છે. જે માટે તમામ 70 ખેડૂતોને ખાસ મુંબઇ બોલાવવામાં આવ્યા છે.


આ તમામ માહિતી બિગ બીનાં પ્રવક્તા દ્વારા આપવામાં આવી છે. બિગ બીએ ઉત્તર પ્રદેશનાં 1,398 ખેડૂતોની લોન ભરવાનો નિર્ણય કર્યો છે. જે પેટે તેઓ સરકારને ખેડૂતોની દેવાની રકમનાં 4.05 કરોડ રૂપિયા ચુકવશે.


બિગ બીએ બેંક ઓફ ઇન્ડિયામાં વન ટાઇમ સેટલમેન્ટ દ્વારા આ તમામ ખેડૂતોનું દેવું ભરવાનું ભગીરથ પગલું લીધુ છે. જે બાદલ 70 ખેડૂતોને મુંબઇ બોલાવવામાં આવ્યાં છે. મુંબઇ આવતી ટ્રેનનો આખો એક ડબ્બો બૂક કરવામાં આવ્યો છે બિગ બી તેમને અંગત રીતે મળશે અને તેમને બેંક લેટર પણ આપશે. જેમાં લખ્યુ હશે કે તમારું અત્યાર સુધીનું બાકી દેવું ચુકવી દેવામાં આવ્યું છે.