

અમિતાભ બચ્ચનની ફેન ફોલોવિંગથી સૌ કોઇ વાકેફ છે. બિગ બી પણ તેમનાં ફેન્સને એટલું જ મહત્વ આપે છે. જેટલું તેમને ફેન્સ તરફથી મળે છે. એટલે જ તો તે દર રવિવારે તેમનાં ઘર જલસાની બહાર તેમનાં ફેન્સને મળવા જાય છે. અને તેમને જોવા માટે પણ મોટી સંખ્યામાં ચાહકો આવે છે. બિગ બી પણ આ ફેન્સને ક્યારેય નિરાશ કરતા નથી.


તે દર રવિવારે ખાસ તેમને મળવા માટે એક ફિક્સ ટાઇમ પર ઘરની બહાર આવે છે અને સૌને મળે છે. જોકે આ રવિવારે બિગ બીનાં ફેન્સને નિરાશ થવું પડ્યુ હતું કારણ કે તે ઘરની બહાર આવ્યા ન હતા. અને તેમનાં ફેન્સને મળ્યા ન હતાં.


અમિતાભ બચ્ચન છેલ્લા 36 વર્ષથી દર રવિવારે જુહૂ સ્થિત તેમનાં ઘર જલસાની બહાર ફેન્સને મળે છે. આ વીકકલી ફેન મીટિંગનું નામ સંડે દર્શન છે. પણ આ વખતે તબિયતને કારણે તેઓ મુલાકાત કરી શક્યા નહીં.


ટ્વિટમાં તેમણે લખ્યુ હતું કે, 'આજે સંડે દર્શન નહીં કરી રહ્યો. આપ સૌને સૂચિત કરુ છુ કે સ્વાસ્થ્ય ખરાબ છે ચિંતાની કોઇ વાત નથી, બસ બહાર આવવા અસમર્થ છું'


76 વર્ષનાં અમિતાભ બચ્ચન છેલ્લા 36 વર્ષથી દર રવિવારે જુહૂ સ્થિત તેમનાં ઘર જલસાની બહાર ફેન્સને મળે છે. આ વીકલી ફેન મીટિંગને તેઓએ સંડે દર્શન નામ આપ્યુ છે. આ સમયે મોટી સંખ્યામાં ફેન્સ તેમની એક ઝલક જોવા આવે છે.