

અમેરિકા સરકારે પોતાની સહાયતા એજન્સી યૂએસએઆઇડી દ્વારા ભારતને કોરોન વાયરસ (Coronavirus) મહામારીથી લડવા માટે અતિરિક્ત 30 લાખ અમેરિકી ડોલરની સહાયતા કરવાની જાહેરાત કરી છે. આ પહેલા 6 એપ્રિલે યુએસએઆઇડીએ કોરોના વાયરસથી લડવા માટે 29 લાખ અમેરિકી ડૉલરની સહાયતા કરવાની જાહેરાત કરી હતી. પોતાના દેશમાં પહેલા જ ભારી ભરખમ પેકેજની જાહેરાત કરી ચૂકેલ અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપે દુનિયાના બીજા દેશો માટે પણ મદદ માટે હાથ લંબાળ્યો છે.


ભારતમાં અમેરિકાના રાજદૂત કેનેથ જસ્ટરે કહ્યું કે આ અતિરિક્ત સહાયતા રાશિ કોવિડ 19થી વિરુદ્ધ લડવા માટે ભારતને સહાયતા કરશે અને સાથે જ ભારત અને અમેરિકા વચ્ચે સંબંધો માટે આ એક સારું ઉદાહરણ પૂરું પાડશે.


આંતરાષ્ટ્રિય વિકાસ માટે અમેરિકા એજન્સી (યુએસઆઇડી) વૈશ્વિક સ્તર પર મુખ્ય સહાયતા એજન્સીમાંથી એક છે. અને તેણે અત્યાર સુધીમાં ભારતને કોવિડ 19થી લડવા માટે 59 લાખ ડોલરની સહાયતા કરી છે.


અમેરિકાએ ભારત સિવાય બીજા 64 દેશોને લગભગ 13 અરબ રૂપિયાની મદદ કરવાની જાહેરાત કરી છે. આ તે દેશોમાં જ્યાં કોરોના વાયરસ ઝડપથી વકરી રહ્યો છે.