

એન્ટરટેઇન્મેન્ટ ડેસ્ક: ગત વર્ષે જાણે ઇન્ડસ્ટ્રીમાં લગ્નની સિઝન હતી. આ સિઝનની શરૂઆત અનુષ્કા શર્માએ કરી. અનુષ્કા-વિરાટે વર્ષ 2017નાં અંતમાં જ ગુપચુપ ઇટાલી જઇને લગ્ન કર્યા હતાં. ત્યારે હવે આ લગ્નને સવા વર્ષ થઇ ગયુ છે અને હવે અનુષ્કાનાં પ્રેગ્નેન્સીનાં સમાચાર આવી રહ્યાં છે.


છેલ્લા કેટલાંય સમયથી અનુષ્કા શર્મા પ્રેગ્નેન્ટ છે તેવી વાતો થઇ રહી છે. આ સમાચાર છેલ્લા કેટલાંયે દિવસોથી વાયરલ થઇ રહ્યાં છે. અનુષ્કા છેલ્લા થોડા સમયથી ફિલ્મોમાંથી પણ ગૂમ છે.


તે વધુમાં વધુ સમય તેનાં પતિ વિરાટ કોહલી સાથે વિતાવી રહી છે. ફિલ્મ 'ઝીરો' બાદથી અનુષ્કા શર્મા કોઇ જ ફિલ્મમાં દેખાઇ નથી. આ ઉપરાંત તેને હાલમાં કઇ પ્રોજેક્ટ પણ હાથમાં લીધો નથી.


તેથી તેનાં ફેન્સ પ્રેગ્નેન્સીનો અંદાજો લગાવી રહ્યાં છે. આપને જણાવી દઇએ કે ન તો અનુષ્કા કે ન તો વિરાટે આ મામલે કોઇ વાત કરી છે.


ભલે વિરાટ-અનુષ્કા પ્રેગ્નેન્સીની વાત છુપાવતા હોય પણ એવી વાતો છે કે વિરાટ અનુષ્કા હાલમાં એકબીજાની નજીક જ રહે છે અને તેઓ વધુમાં વધુ સમય સાથે જ વિતાવી રહ્યાં છે.


હાલમાં અનુષ્કા જાહેરમાં પણ ઓછી જોવા મળી રહી છે. અને જોવા મળે તો પણ ફ્લેટ સેન્ડલ અને ખુલ્લા કપડાંમાં જ જોવા મળે છે.