

બોલિવૂડ એક્ટ્રેસ આલિયા ભટ્ટ આજે ઇન્ડસ્ટ્રીની સૌથી શ્રેષ્ઠ એક્ટ્રેસિસમાંથી એક છે. પણ એ સમજવું અઘરું છે કે, તેને કારણે બહેન શાહિનનું કરિઅર કેવી રીતે ખરાબ થયું. આ અમે નથી કહી રહ્યાં પણ શાહિન ભટ્ટ પોતે કહી રહી છે.


શાહિને તેનાં બાળપણની એક તસવીર શેર કરીને લખ્યું છે કે, હવે વેંટ્રીલોક્વિસ્ટનાં રૂપમાં મારું કરિઅર બરબાદ અને ખત્મ કેમ થયું.. જો આપને વેંટ્રીલોક્વિસ્ટ શબ્દનો અર્થ નથી ખબર તો આપને જણાવી દઇએ કે તેનો અર્થ થાય છે એક એવો આર્ટિસ્ટ જે હોઠ હલાવ્યા વગર અવાજ કાઢી શકે છે.


આપે જોયુ હશે કે, કેટલાંક આર્ટિસ્ટ હાથમાં કથપુતળી લઇને એક્ટ કરે છે અને બે અવાજમાં વાત કરે છે. જ્યારે કથપુતળીનો અવાજ કાઢે ત્યારે તેમનાં હોઠ હલતા નથી. આવા આર્ટિસ્ટને વેંટ્રીલોક્વિસ્ટ કહે છે.


હવે શાહિને તેની અને આલિયાની તસવીર પર આવું કેમ લખ્યું તે તો તે જ જાણે. પણ આલિયાનાં ફેન્સને આ વાંચીને જરૂરથી થોડી પરેશાની થઇ છે. આ તસવીર પર બહેન પૂજા ભટ્ટે કમેન્ટ કરતાં લખ્યું કે, 'aww...'. તો આલિયા ભટ્ટે પોતે આ તસવીર લાઇક કરી છે જોકે તેણે કોઇ કમેન્ટ કરી નથી.


જો આલિયા આ તસવીર પર કોઇ કમેન્ટ કરતી તો કદાચ આ મામલે થોડી જાણકારી મળી શકત કે શાહિને આખરે આવી કમેન્ટ કેમ કરી...


વેલ આમ તો, આલિયા અને શાહિન વચ્ચે ખુબજ સારુ બોન્ડિંગ છે. જે તમે શાહિનનાં ઇન્ટાગ્રામ પેજ પર જોઇ શકો છો. તે તેની અને આલિયાની ઘણી તસવીરો અવાર નવાર પોસ્ટ કરતી રહે છે.