

આલિયા ભટ્ટને તો સૌ કોઇ જાણે છે. તેની અત્યર સુધીમાં ઘણી ફિલ્મો રિલીઝ થઇ ગઇ છે અને તે બોલિવૂડમાં તેનું ખાસ સ્થાન જમાવી ચૂકી છે. પણ શું આપ જાણો છો આલિયાની બેસ્ટ ફ્રેન્ડ કોણ છે? નથી ખબર ચલો અમે આપને જણાવીએ કોણ છે આલિયાની બેસ્ટ ફ્રેન્ડ


આલિયા ભટ્ટની બેસ્ટ ફ્રેન્ડનું નામ આકાંક્ષા રંજન કપૂર છે. સુંદરતાનાં મામલે તે આલિયાને પણ ટક્કર આપે છે.


ગત વર્ષે આકાંક્ષાનાં જન્મ દિવસની તેમની તસવીરો સામે આવી હતી. જ્યારે તેની બર્થ ડે પાર્ટીમાં ઘણાં સેલિબ્રિટીઝ પહોચ્યા હતાં.


આલિયા ઉપરાંત તેની બર્થ ડે પાર્ટીમાં સુશાંત સિંઘ રાજપૂત, કાર્તિક આર્યન, નેહા ધૂપિયા, અથિયા શેટ્ટી, સોફી ચૌધરી, કુનાલ ખેમુ અને સોહા અલી ખાન પહોચ્યા હતાં.


આલિયાએ આકાંક્ષાને બર્થ ડે સરપ્રાઇઝ આપતી તસવીર શેર કરી હતી અને લખ્યુ હતું કે, સાત સમંદર પાર મે તેરે પીછે પીછે આ ગઇ.


આકાંક્ષા ડિરેક્ટર શશિ રંજન અને ઇન્ડિયન ટેલિવિઝન એકેડમીનાં ફાઉન્ડર અનુ રંજનની નાની બહેન છે. આકાંક્ષા અને આલિયા નાનપણનાં મિત્રો છે. તેઓ એક સાથે જ મોટા થયા છે.