Khatron Ke Khiladi 9માં અક્ષય કુમારની એન્ટ્રી, કહ્યું- 'મારી પત્નીને ન કહેતા'
આપને જણાવી દઇએ કે રોહિત શેટ્ટી અક્ષય કુમારની સાથે 'સૂર્યવંશી' ફિલ્મ કરી રહ્યો છે જે આ ઇદ પર રિલીઝ થાય તેવી વાતો છે ફિલ્મનો પહેલો લૂક રણવીર સિંઘની 'સિંબા'નાં અંતમાં જ રિલીઝ કરવામાં આવ્યો હતો.


ખતરો કે ખિલાડી-9માં આ દિવસોમાં ખુબજ જોરદાર ટ્વિસ્ટ એન્ડ ટર્ન આવવાનું છે. જ્યાં એક તરફ દરેક ટાસ્કની સાથે ખતરો છે તો બીજી તરફ સ્પર્ધકોની વચ્ચે ફિનાલે સુધી પહોંચવાનું ટેન્શન સ્પષ્ટ દેખાય છે. આ ટેન્શનને વધારવા હવે શોમાં પહોચી ગયો છે ઇન્ડસ્ટ્રીનો ખિલાડી અક્ષય કુમાર.


આ શોમાં તેની એન્ટ્રી થાય છે ત્યારે આગ ભભુકતી કાર અને ખતરનાક મ્યૂઝિક વાગે છે. અક્ષય કુમાર આ એપિસોડમાં રોહિત શેટ્ટીની સાથે હોસ્ટ કરશે. સાથે જ ખતરાંથી ભરપૂર ટાસ્ક પણ કરશે. અક્ષયે તેની એન્ટ્રીની એક ઝલક ટ્વટિર પર શેર કરી હતી જે મિનિટોમાં વાઇરલ થઇ ગઇ હતી.


આ શો પર તેની અપકમિંગ ફિલ્મ 'કેસરી'નાં પ્રમોશન માટે આવે છે. ટ્વટિર પર તસવીર શેર કરતાં તેણે લખ્યુ હતું કે, 'કેસરી માટે આ અઠવાડિયું ફ્લેમિંગ છે.. ખતરો કે ખિલાડીમાં રોહિત શેટ્ટીની સાથેની તસવીર'. આ તસવીરમાં અક્ષય અને રોહતિની જોડી જામે છે.


આ ઉપરાંત તેણે મજાકિયા અંદાજમાં લખ્યુ હતું કે, - 'PS- મેરી બીવી કો મત બતાના' આ લખવાનું કારણ હતું કે, 'કેસરી'નાં પ્રમોશન દરમિયાન અક્ષય કુમારે બોડી પર આગ લગાવીને વોક કર્યુ હતું જે વાતથી ટ્વિંકલ ખન્ના નારાજ થઇ ગઇ હતી.


શોની વાત કરીએ તો ખતરો કે ખિલાડી-9નો વિનર બનવા માટે સ્પર્ધકો વચ્ચે કાંટે કી ટક્કર છે. અત્યારનાં જે પ્રમાણે વાતો છે તે મુજબ પુનિત આ શોનો વિનર બની શકે છે તો પુનિત અને આદિત્ય વચ્ચે કાંટાની ટક્કર છે.