

નવી દિલ્હીઃ નાગરિકતા સંશોધન કાયદા (Citizenship Amendment Act 2019) વિરુદ્ધ વિરોધ પ્રદર્શન દરમિયાન રવિવારે જામિયા નગર અને જામિયા મિલ્લિયા ઈસ્લામિક વિશ્વવિદ્યાલય (Jamia Millia Islamia University) બંને જગ્યાએ હિંસા ફાટી નીકળી હતી. આ હિંસાના અનેક વીડિયો સોશિયલ મીડિયા ઉપર વાયરલ થયા હતા.


પોલીસ અને વિદ્યાર્થીઓ વચ્ચે થયેલા ઘર્ષણ બાદ દેશભરમાં નારાજગી અને ગુસ્સો જોવા મળ્યો છે. એટલું જ નહીં ટ્વીટર ઉપર #BoycotCanadianKumar પણ ટ્રેન્ડ થવા લાગ્યું છે. આવી સ્થિતિ વચ્ચે બોલિવૂડ સ્ટાર્સે (bollywood stars) પોતાનો વિરોધ નોંધાવ્યો હતો. અક્ષય કુમારે એક મોટી ભૂલ કરી દીધી હતી. હવે તે પોતાની ભૂલ ઉપર પસ્તાઈ રહ્યો છે.


ઉલ્લેખનીય છે કે, અક્ષય કુમારે (Akshay kumar)પોતાના ટ્વીટર હેન્ડલથી જામિયામાં થયેલી હિંસાની મજાકવાળો વીડિયોને લાઈક કર્યો હતો. પરંતુ અક્ષય કુમારને પોતાની ભૂલ સમજાઈ હતી. અને તરત જ તેમણે પોતાનું લાઈક ટ્વીટથી હટાવી દીધું હતું. હવે આ લાઈકને અક્ષયે પોતાની ભૂલ ગણાવી છે.


તેમણે એક ટ્વીટ કરતા લખ્યું હતું કે, જામિયા મિલ્લિયા વિદ્યાર્થીઓ અંગેના એક ટ્વીટને લાઈક કરવઆ અંગે જણાવી દુ કે એ ભૂલથી થયું છે. હું સ્કોલ કરી રહ્યો હતો ત્યારેભૂલથી લાઈકનું બટન પ્રેસ થયુંહતું. જેવી જ મને ખબર પડી કે તરત જ મેં અનલાઈક કરી દીધું હતું. કારણકે હું કોઈજ પ્રકારની હિંસાનું સમર્થન કરતો નથી.


ઉલ્લેખનીય છે કે, અક્ષય કુમારના આ લાઈક બાદ સોશિય મીડિયા ઉપર ખૂબ જ ટ્રોલ થઈ રહ્યા છે. લોકો એ વાતથી નારાઝ છે કે અક્ષય કુમાર આવા વીડિયોને લાઈક કરી રહ્યા છે. નાગરિકતા સંશોધન કાયદા વિરુદ્ધ દેશમાં અનેક ભાગોમાં વિરોધ પ્રદર્શન (CAB Protests) થઈ રહ્યા છે. રવિવારે આ કાયદા વિરુદ્ધ જામિયામાં થયા જેના પછી દિલ્હી પોલીસ અને સ્ટૂડન્ટ્સ વચ્ચે હિંસા થઈ.