Home » photogallery » ahmedabad » ખુશખબર! ઝાયડસ કેડિલાની વેક્સીન ZyCov-Dને ઇમર્જન્સી ઉપયોગની મંજૂરી, લેવા પડશે આટલા ડોઝ

ખુશખબર! ઝાયડસ કેડિલાની વેક્સીન ZyCov-Dને ઇમર્જન્સી ઉપયોગની મંજૂરી, લેવા પડશે આટલા ડોઝ

બજારમાં જ્હોનસન એન્ડ જ્હોનસન બાદ વધુ એક વેક્સીનને મજૂરી મળતા ભારતમાં પાંચમી કોરોના વેક્સીન ઉપયોગ માટે તૈયાર. આ વેકસીનનું નામ છે ZyCov-D

  • 15

    ખુશખબર! ઝાયડસ કેડિલાની વેક્સીન ZyCov-Dને ઇમર્જન્સી ઉપયોગની મંજૂરી, લેવા પડશે આટલા ડોઝ

    નવી દિલ્હી : ભારતમાં લોકો માટે રાહતના સમાચાર આવ્યા છે. કોરોના (Coronavirus) સામેની લડાઈ વધુ મજબૂત બનાવવા માટે જરૂરી છે વેક્સીનના (Corona Vaccine) શક્ય હોય તેટલા વધુ ડોઝ દેશમાં આપવા જરૂરી છે. ત્યારે દેશની ફાર્માસ્યુટિકલ કંપની ઝાયડસ કેડિલાની (zydu Cadila) કોરોના વેક્સીનને ઇર્જન્સી ઉપયોગલ માટે મંજૂરી આપી દેવામાં આવી છે. આ કોરોના વેક્સીનનું નામ ZyCov-D છે અને તે સંપૂર્ણપણે સ્વદેશી છે. ડ્રગ કંટ્રોલ જનરલ ઑફ ઇન્ડિયાની એક્સપર્ટ કમિટી દ્વારા આ વેક્સીનને ઇમર્જન્સી ઉપયોગની મંજૂરી આપી દેવામાં આવી છે. કમિટીએ ઇમર્જન્સી ઉપયોગની પરવાનગી સાથે 2 ડોઝની અસરનો વધારે ડેટા પણ માંગ્યો છે.

    MORE
    GALLERIES

  • 25

    ખુશખબર! ઝાયડસ કેડિલાની વેક્સીન ZyCov-Dને ઇમર્જન્સી ઉપયોગની મંજૂરી, લેવા પડશે આટલા ડોઝ

    જેનેરિક દવા કંપની અને ગુજરાતનું ગૌરવ એવી ઝાયડસ કેડિલાએ આ વેક્સિન ZyCoV-D માટે 1 જુલાઈના રોજ ઇમર્જન્સી ઉપયોગ માટે મંજૂરી માંગી હતી. આ વેક્સીન 3 ડોઝ વાળી છે જેના માટે કંપનીએ 28 હજાર વોલિન્ટિઅર્સ પર અંતિમ ચરણમાં પ્રયોગ કર્યો હતો. આ વેક્સીનનો એફિકસી રેટ એટલે તેની અસરકારકતા 66.6 ટકા સામે આવી હતી.

    MORE
    GALLERIES

  • 35

    ખુશખબર! ઝાયડસ કેડિલાની વેક્સીન ZyCov-Dને ઇમર્જન્સી ઉપયોગની મંજૂરી, લેવા પડશે આટલા ડોઝ

    એવું પણ કહેવામાં આવ્યું છે કે આ વેક્સીન 12 વર્ષથી 18 વર્ષની ઉંમરના કિશોરથી યુવાનો માટે પણ સંપૂર્ણ પણે સુરક્ષિત છે. જોકે, આ ટ્રાયલના ડેટાનો પીયર રિવ્યૂ કરવામાં આવ્યો નથી. ઇમર્જન્સી યૂઝ બાદ આ વેક્સીન સંપૂર્ણ પણે ઉપયોગ માટે એપ્રૂવ થઈ જશે તો ભારતની આ બીજી સ્વદેશી વેક્સીન બનશે.

    MORE
    GALLERIES

  • 45

    ખુશખબર! ઝાયડસ કેડિલાની વેક્સીન ZyCov-Dને ઇમર્જન્સી ઉપયોગની મંજૂરી, લેવા પડશે આટલા ડોઝ

    પ્રથમ સ્વદેશી વેક્સીન ભારત બાયોટેક અને આઈસીએમઆરે સાથે મળીને કોવેક્સીન તૈયાર કરી હતી. હાલમાં દેશમાં 4 વેક્સીનને પરવાનગી છે જેમાં કોવિશિલ્ડ, કોવેક્સીન, સ્પૂતનિક, જહોનસ એન્ડ જ્હોનસન છે. હવે ઝાયડસ મળીને આ સંખ્યા પાંચ થશે.
    તસવીર: Shuterstock

    MORE
    GALLERIES

  • 55

    ખુશખબર! ઝાયડસ કેડિલાની વેક્સીન ZyCov-Dને ઇમર્જન્સી ઉપયોગની મંજૂરી, લેવા પડશે આટલા ડોઝ

    અગાઉ કેડિલાએ જણાવ્યું હતું કે એપ્રુલવલ મળે તેના બે મહિનાની અંદર તેઓ વેક્સીન લૉન્ચ કરી શકે છે. ZyCov-D વેક્સીનને ભારત સરકારના ડિપાર્ટમેન્ટ ઑફ બાયોટેકનોલોજી અને ઇન્ડિયન કાઉન્સિલ ઑફ રિસર્ચ દ્વારા સંયુક્ત ઉપક્રમે વિકસિત કરવામાં આવી છે. આ વેકસીન 2-8 ડિગ્રી સેલ્સિયસ તાપમાન પર સામાન્ય ટેમ્પરેચરમાં રાખી શકાય છે.

    MORE
    GALLERIES