વિભુ પટેલ, અમદાવાદ: રાજ્યમાં માવઠાનો માર હજુ યથાવત રહેવાનો છે. હવામાન વિભાગના અનુમાન મુજબ આગામી 3 દિવસ ગાજવીજ અને ભારે પવન સાથે સામાન્ય વરસાદ રાજ્યના અમુક ભાગમાં થશે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલેનું અનુમાન છે કે, 26થી 28 માર્ચ દરમિયાન ફરી માવઠું થવાના અંધાણ છે. ફરી એક સિસ્ટમ સક્રિય થશે અને અરબુ સમુદ્રનો ભેજ ગુજરાત તરફ આવશે. દરિયામાં ઉંચા મોજા ઉછળશે. સાથે જ ભારે પવન પણ ફૂંકાશે. જેની અસરના કારણે દક્ષિણ ગુજરાત, ઉતર ગુજરાત અને સૌરાષ્ટ્રના અમુક ભાગોમાં હળવું માવઠું થવાનું અનુમાન છે. તેમજ એપ્રિલના પહેલા સપ્તાહમાં પણ વાતાવરણાં પલટો આવશે અને રાજ્યમાં અલગ-અલગ ભાગમાં માવઠું થશે.
દરેકને એક સવાલ થાય છે કે ઉનાળામાં ચોમાસા જેવો માહોલ કેમ છે અને વેસ્ટન ડિસ્ટર્બન્સ ક્યાંથી આવે છે? હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જણાવ્યું છે કે, વેસ્ટન ડિસ્ટર્બન્સ આવવાનું કારણ છે કે, સિંધ પંજાબના મેદાની પ્રદેશના વાયવ્યએ પશ્ચિમે બલુચિસ્તાન અને અફધાનિસ્તાનની પર્વતમાળા છે. જે 6 કિલોમીટર ઉંચી દિવાલ રચે છે. આ દિવાલ ઈરાન અને અફધાનિસ્તાનમાંથી શિયાળમાં ઠંડા આવતા પવનને નીચેની સપાટીએ અટકાવે છે. ભુપૂષ્ટની આ રચના મધ્ય કક્ષાનું શિયાળુ, વરસાદ વરસાવે છે.
હજુ પણ આવા વેસ્ટન ડિસ્ટર્બન્સ માર્ચ માસમાં આવી રહ્યા છે. વેસ્ટન ડિસ્ટર્બન્સ બલુચિસ્તાન પર્વતો સમુદ્ર સુધી ન પહોંચતા પશ્ચિમ તરફ વળી જાય છે. આ પર્વતો સમુદ્રકાંઠાને સમાંતર એકથી દોઢ કિલોમીટર ઉંચી દિવાલ બનાવે છે. ભુપૂષ્ટની આ રચના ઉત્તર અરબી સમુદ્રમાંથી શિયાળું, જ્યારે તે પૂર્વ કે ઈરાન તરફ ખસે છે ત્યારે માવાઠું થાય છે.
સામાન્ય રીતે ગુજરાત ઉત્તર અકશાંક્ષ પર 20થી 25ની વચ્ચે આવેલું છે. વિષૃવૃતથી દૂર ન હોવાથી સૂર્ય જ્યારે માથે આવે ત્યારે કર્કવૃત કચ્છ ઉપરથી પસાર થતું હોવાથી માર્ચથી ઓગસ્ટ સુધી ગરમી હોય છે, પરંતુ આ વર્ષે વિશિષ્ટ પરિસ્થિતિ હોવાથી ગરમી વધઘટ થયા કરે છે. વેસ્ટન ડિસ્ટર્બન્સ હિમાલય ઉપર જવા જોઈએ પરંતુ હાલ નીચે શા માટે આવી રહ્યા છે, તે સવાલ છે.