સંજય ટાંક, અમદાવાદ: "કિ સકો ફીક્ર હૈ કી કબિલે કા ક્યા હોગા...સબ ઇસી બાત પર લડતે હૈ કી સરદાર કોન હોગા..." શાયરના અંદાજમાં કૉંગ્રેસના નેતા જયરાજસિંહ પરમાર (Jayrajsinh Parmar)ની નારાજગી ચર્ચામાં છે. હવે તેમણે કહી દીધું છે કે તેઓ કૉંગ્રેસને રામ રામ (Jayrajsinh Parmar resigns) કરી રહ્યા છે. કૉંગ્રેસમાં કંટાળો આવે છે તેવું નિવેદન આપીને તેમણે પક્ષ છોડવાની જાહેરાત કરી દીધી છે. જયરાજસિંહ હવે કૉંગ્રેસના કબીલા (Gujarat congress)માંથી નીકળી કમલમ ભણી જાય તેવી અટકળો તેજ થઈ છે. આ પ્રસંગે કૉંગ્રેસમાં શુ ચાલી રહ્યું છે? ખરેખર જયરાજસિંહને કૉંગ્રેસના કબીલામા કંટાળો આવે છે કે કકળાટ છે તે સમજવું જરૂરી છે. આજે સવારે જયરાજસિંહે ન્યૂઝ18 ગુજરાતી સાથે વાતચીત કરતા પોતાની નારજગી વિશે વાત કરી હતી. જયરાજસિંહે દાવો કર્યો હતો કે તેમણે કૉંગ્રેસ પાર્ટી પાછળ આખી જિંદગી ખર્ચી નાખી છે, પરંતુ પાર્ટીમાં તેમની સતત ઉપેક્ષા થઈ રહી હતી.
ખાસ કરીને ત્યારે કે આગામી અઠવાડિયામાં રાહુલ ગાંધી ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. જોકે, આ મુદ્દે રાજકીય નિષ્ણાત હરિભાઈ દેસાઈ જણાવે છે કે પક્ષમાં જોડાયા હોય ત્યારે પક્ષની શિસ્ત જાળવવી જોઈએ. ભાજપમાં જોડાયા બાદ બોર્ડ નિગમનો એક હોદ્દો આપી દેશે પણ ત્યાં તેમણે બોલવાનું એટલું જ રહેશે જેટલું તેમને કહેવામાં આવે.