વિભુ પટેલ, અમદાવાદ: ભારતીય હવામાન વિભાગે ચોમાસાને લઈ પૂર્વાનુમાન જાહેર કર્યું છે. મધ્ય ભારતમાં પણ ચોમાસું સામાન્ય રહેવાનું અનુમાન છે. મધ્ય ભારતમાં ગુજરાત, મધ્ય પ્રદેશ, છત્તીસગઢ, ઓડીસા, મહારાષ્ટ્રનો સમાવેશ થાય છે. ગુજરાતમાં ચોમાસું સામાન્ય અથવા સામાન્યથી ઓછો વરસાદ રહેવા થવાની સંભાવના છે. ચોમાસુ નબળું રહેવાના અનુમાનથી ખેડૂતોની ચિંતા વધી છે. પરંતુ ચોમાસા વરસાદ કેટલા ટકા થશે તેના કરતાં ચોમાસું નિયમિત રહે તે જરૂરી છે. ઓછા વરસાદમાં પણ કૃષિ પાકને જરૂર છે તેવા સમયે વરસાદ થશે તો નબળા ચોમાસામાં પણ કૃષિ પાક સારો થાય છે.
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ન્યૂઝ 18 ગુજરાતી સાથે વાત કરતા જણાવ્યું છે કે, અલનીનો એટલે કે પેસેફિક મહાસાગર પૂર્વ કિનારે જળ વાયુ ગરમ થાય તેને અલનીનો કહેવામાં આવે છે. અલનીનોમાં ઉત્તર ઓસ્ટ્રેલિયમાં હવાનું દબાણ ભારે હોય છે અને પૂર્વ પેસેફિક મહાસાગરમાં હવાનું દબાણ હલકું હોય છે. ઓસ્ટેલિયાની હવા પૂર્વ પેસેફિક મહાસાગર જાય છે. જેની અસર ભારત પર થાય છે. કારણ કે આપણું હવામાન નથી, પરંતુ વૈશ્વિક હવામાન અસર થાય છે.