Home » photogallery » ahmedabad » હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે માવઠા અને ઠંડીને લઈ શું કરી આગાહી?

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે માવઠા અને ઠંડીને લઈ શું કરી આગાહી?

Weather expert Ambalal Patel: હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ જણાવ્યું છે કે, નવેમ્બરની શરૂઆતમાં હિમવર્ષા થવાની શક્યતા છે. જેના કારણે ગુજરાતના ઘણા ભાગોમાં મોસમ પરિવર્તન થવાની શક્યતાઓ છે.

विज्ञापन

  • 15

    હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે માવઠા અને ઠંડીને લઈ શું કરી આગાહી?

    વિભુુ પટેલ, અમદાવાદ: રાજ્યમાં ઉત્તર પૂર્વના પવન ફૂંકાય રહ્યા છે. હવામાન વિભાગની આગાહી છે કે, આગામી 5 દિવસ તાપમાન યથાવત રહેશે. આજે રાજ્યમાં લઘુતમ તાપમાન 18થી 23 ડીગ્રી સુધી નોંધાયું છે. જોકે, રાજ્યમાં સૌથી નીચું તાપમાન ગાંધીનગરનું નોંધાયું છે. અમદાવાદનું લઘુતમ તાપમાન 18 ડીગ્રી નોંધાયું છે. વડોદરાનું લઘુતમ તાપમાન 18.8 ડીગ્રી, નલિયાનું લઘુતમ તાપમાન 18.4 ડીગ્રી નોંધાયું છે.

    MORE
    GALLERIES

  • 25

    હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે માવઠા અને ઠંડીને લઈ શું કરી આગાહી?

    હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ જણાવ્યું છે કે, રાજ્યના ભાગોમાં ગરમી પડી રહી છે. ધીમે-ધીમે ગરમી ઘટવાની શક્યતા છે. નવેમ્બરની શરૂઆતમાં હિમવર્ષા થવાની શક્યતા છે. ધીમે-ધીમે હિમવર્ષા વધવાની શક્યતા છે. જેના લીધે દેશના ઉતર્યા પર્વતીય પ્રદેશો સહિત પંજાબ, હરિયાણા, દિલ્હીના ક્ષેત્રોમાં પણ સામાન્ય વરસાદની સંભાવના છે. જેના કારણે ગુજરાતના ઘણા ભાગોમાં મોસમ પરિવર્તન થવાની શક્યતાઓ છે.

    MORE
    GALLERIES

  • 35

    હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે માવઠા અને ઠંડીને લઈ શું કરી આગાહી?

    લગભગ નવેમ્બર પહેલા નવેમ્બરના પહેલા સપ્તાહથી જ બીજા સપ્તાહ વચ્ચે 5 નવેમ્બરથી 8 નવેમ્બર સુધી ઠંડીની શક્યતા રહેશે. મહતમ અને લઘુતમ તાપમાન ઘટશે. રાજસ્થાનના ભાગોમાં ઠંડીનું પ્રમાણ વધુ રહેશે. ઉતરીયા પર્વતીય ભાગોમાં વરસાદની શક્યતા રહેશે. પૂર્વ ભારતમાં ભારે વરસાદની શક્યતા રહેશે. બંગાળના ઉપસાગરમાં હવાના હળવા દબાણ સર્જાશે.

    MORE
    GALLERIES

  • 45

    હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે માવઠા અને ઠંડીને લઈ શું કરી આગાહી?

    18 અને 19 નવેમ્બરના ચક્રવાતની સંભાવના સંખ્યામાં વધારો થશે. આ ચક્રવાતો દક્ષિણ પૂર્વીય ભાગો મારફાડ રહેશે. ચક્રવાતોની અસર દક્ષિણ ભારતમાં થશે. અરબી સમુદ્રમાં પણ અસર થશે. જેના લીધે ડિસેમ્બરની શરૂઆતમાં હવામાનમાં પરિવર્તન આવશે. ડિસેમ્બરની શરૂઆતમાં ધુમ્મસનું પ્રમાણ પણ વધુ રહેશે.

    MORE
    GALLERIES

  • 55

    હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે માવઠા અને ઠંડીને લઈ શું કરી આગાહી?

    રાજ્યમાં સામાન્ય રીતે ઠંડી ડિસેમ્બરની શરૂઆતમાં પડશે. 22 ડિસેમ્બર બાદ ઠંડીનું જોર વધશે અને કડકડતી ઠંડી પડશે અને ઠંડી લંબાઈ પણ શકે છે. આ વખતે તેનું પ્રમાણ પણ વધુ રહેશે. ડિસેમ્બર બાદ માવઠાનું પ્રમાણ વધુ રહેશે. વારંવાર વેસ્ટન ડિસ્ટર્બન્સને કારણે રાજ્યના ભાગોમાં માવઠા જેવો માહોલ રહેશે. 5થી 8 નવેમ્બર સુધીમાં તાપમાનમાં ઘટાડો થશે અને હવામાનમાં પલટો આવશે.

    MORE
    GALLERIES