દિપીકા ખુમાણ, અમદાવાદ: રાજ્યભરમાં (Gujarat wediing season in corona time) કર્ફ્યુને કારણે એક હજારથી પણ વધારે લગ્ન (wedding affected by curfew) મુશ્કેલીમાં મુકાયા છે. કમુરતા બાદ શહેરમાં સૌથી વધારે લગ્નનું બુકિંગ થઇ ચૂક્યું હતું. આ સાથે રાત્રી કર્ફ્યુનો સમય 10:00થી હોવાથી અનેક પરિવારો મૂંઝવણમાં મુકાયા છે. એવામાં સરકારી ગાઈડલાઇન અપડેટ થતા લગ્ન સાથે સંકળાયેલા તમામ બિઝનેસ હાલ મુશ્કેલીમાં છે. ઈવેન્ટ પ્લાનર અને ઓર્ગેનાઇઝરને કરોડોનું નુકસાન થવાની ભીતિ છે.
આ અંગે પાર્ટી પ્લોટના માલિક વિપુલ પટેલના જણાવ્યા પ્રમાણે, 16 તારીખ અને ફેબ્રુઆરીમાં લગભગ 13 મુહૂર્ત છે. જેમાં સૌથી વધારે બુકિંગ થઈ ગયું હતુ પરંતુ સવારથી લગભગ 5 લોકોએ બુકિંગ કેન્સલ કરી દીધા છે. અન્ય લોકો રાહ જોઈ રહ્યા છે. હજુ સુધી કોઈએ રિફંડ માંગ્યું નથી પરંતુ જો માંગશે તો મેરેજ જ્યારે લેવાના હોય ત્યારે અમે ગોઠવણ કરી આપીશું રિફંડ આપવું શક્ય નથી. કારણ કે, અમારે પણ કેટરિંગ સાથે અનેક લોકોને આગળ પૈસા ચૂકવવાના થશે. શહેરમાં કર્ફ્યુને કારણે અનેક લગ્ન રદ થઇ ચુક્યા છે તો અનેક પરિવારોએ લગ્ન હોલ્ટ પર મુક્યા છે. બીજી તરફ નવી ગાઈફ્લાઈન ને કારણે અનેક લોકોને ચિંતા છે કે, હવે શું કરવું કારણ કે, 400 લોકોને મહેમાન ગતિને બદલે હવે 150 લોકોને જ આમત્રિત કરવા પડશે.
અમદાવાદમાં પટેલ પરિવારને પણ આ જ સમસ્યા સતાવી રહી છે. પરિવાર ના છેલ્લા અને નાના દીકરાના લગ્ન હોવાથી પટેલ પરિવારે ધામધૂમથી લગ્નની તૈયારી કરી હતી પરંતુ ગાઇડલાઈને કારણે, હવે ગરબા અને રિસેપશનના કાર્યક્રમ કેન્સલ કરવા પડશે. આ અંગે પટેલ પરિવારના મોભી ભારત પટેલના કહેવા પ્રમાણે, અમારા દીકરાના લગ્ન માટે અમે ઘણી તૈયારીઓ કરી હતી. લગ્ન માટે અમે સાળંગપુર જવાના છીએ પરંતુ બાકીના પ્રસંગ માટે અમે પાર્ટી પ્લોટ બુક કર્યો હતો જે હવે કેન્સલ કરવો પડશે. એટલું જ નહિ રિસેપ્શન પણ કેન્સલ કરવું પડશે હજી સુધી કોઈ નિર્ણય કર્યો નથી પણ રિસેપ્શન અને લગ્ન આગળ ગરબાનો કાર્યક્રમ પણ કેન્સલ કરવો પડશે.
તો આ અંગે પાર્થના ભાઈ સાકેત પટેલના કહેવા પ્રમાણે, હજી સુધી સારું થયું કે, અમે કમૂર્તા હોવાને કારણે કોઈને કંકોત્રી આપી નથી. જો આપી હોય તો, લગ્નમાં અમે ના બોલાવીએ તો ખરાબ લાગતું. સંબધીઓ આમ તો સમજે છે પરંતુ કોરોનામાં સરકારી ગાઈડ લાઇન આમ અચાનક આવી જાય તો ઘણો બદલાવ આવી જાય .અમદાવાદમાં નવી ગાઈડ લાઇન ને કારણે હાલ ઓચિંતી મુસીબત આવી ગઈ છે જેમાં હવે લગ્ન નોધણી પણ ફરજિયાત બની ગઈ છે.કેટલાક લોકો હાલ તો સરકારને મનોમન જવાબદાર ઠેરવી રહયા છે. તો કેટલાક લોકો આ ગાઈડ લાઇન ને શિરે ચડાવી ને આગળ વધવાની તૈયારી કરી રહ્યા છે.