Home » photogallery » ahmedabad » Gujarat Weather: હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની મોટી આગાહી - રાજ્યમાં આ જગ્યાઓએ કમોસમી વરસાદ પડી શકે છે!

Gujarat Weather: હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની મોટી આગાહી - રાજ્યમાં આ જગ્યાઓએ કમોસમી વરસાદ પડી શકે છે!

Gujarat Weather: છેલ્લા ઘણાં દિવસથી રાજ્યમાં કડકડતી ઠંડી પડી રહી છે અને ઠંડા પવનો ફૂંકાઈ રહ્યા છે. ત્યારે હવે ઠંડીમાંથી આંશિક રાહત મળશે તેવી હવામાન નિષ્ણાંતે આગાહી કરી છે. આ ઉપરાંત ગુજરાતના ઘણાં વિસ્તારોમાં કમોસમી વરસાદ પડી શકે તેવી શક્યતા વ્યક્ત કરી છે.

विज्ञापन

  • 18

    Gujarat Weather: હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની મોટી આગાહી - રાજ્યમાં આ જગ્યાઓએ કમોસમી વરસાદ પડી શકે છે!

    હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ન્યૂઝ 18 ગુજરાતી સાથે વાત કરતા જણાવ્યુ હતુ કે, ‘વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે ઠંડીમાં ઘટાડો થશે. ધીરે ધીરે દિવસનું મહત્તમ તાપમાન વધતું જશે અને 23 જાન્યુઆરીથી ફરી ઠંડા પવનનો ફૂંકાવવાના શરૂ થઈ જશે.

    MORE
    GALLERIES

  • 28

    Gujarat Weather: હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની મોટી આગાહી - રાજ્યમાં આ જગ્યાઓએ કમોસમી વરસાદ પડી શકે છે!

    વધુમાં તેઓ જણાવે છે કે, ‘24 જાન્યુઆરીથી 26 જાન્યુઆરીમાં ફરી એક વખત ઠંડીનો ચમકારો જોવા મળશે ઉત્તર ગુજરાતના મહેસાણા, બનાસકાંઠા, સાબરકાંઠા, સમી, હારીજ, પાલનપુર ઉપરાંત વિરમગામ-સુરેન્દ્રનગરમાં લઘુતમ તાપમાન 10 ડિગ્રીથી નીચું જશે.’

    MORE
    GALLERIES

  • 38

    Gujarat Weather: હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની મોટી આગાહી - રાજ્યમાં આ જગ્યાઓએ કમોસમી વરસાદ પડી શકે છે!

    છેલ્લા કેટલાક દિવસથી રાજ્યમાં કડકડતી ઠંડી પડી રહી છે. તેને કારણે સામાન્ય જનજીવન પ્રભાવિત થયું હતું. જો કે, હવે ઠંડીમાંથી આંશિક રાહત મળશે. લઘુતમ અને મહત્તમ તાપમાન ઊંચું આવશે. તેને કારણે ઠંડીનું જોર ઘટશે. પરંતુ ફરી 24 જાન્યુઆરીથી ઠંડીનું જોર વધશે.

    MORE
    GALLERIES

  • 48

    Gujarat Weather: હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની મોટી આગાહી - રાજ્યમાં આ જગ્યાઓએ કમોસમી વરસાદ પડી શકે છે!

    23થી 29 જાન્યુઆરીમાં મજબૂત વેસ્ટન ડીસ્ટર્બન્સને કારણે ઉત્તરીય પર્વતીય વિસ્તારોમાં બરફવર્ષા થશે અને તેને કારણે પંજાબ, હરિયાણા, રાજસ્થાન, જમ્મુ કશ્મીર જેવા રાજ્યોમાં વરસાદની શક્યતા રહેશે.

    MORE
    GALLERIES

  • 58

    Gujarat Weather: હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની મોટી આગાહી - રાજ્યમાં આ જગ્યાઓએ કમોસમી વરસાદ પડી શકે છે!

    ગુજરાતની વાત કરવામાં આવે તો, દક્ષિણ ગુજરાતના આહવા, ડાંગ, વલસાડ વગેરે ભાગોમાં હળવું માવઠું થવાની શક્યતા છે. જો કે, માવઠું થાય તો પણ કૃષિ પાકને નુકસાન થઈ શકે છે.

    MORE
    GALLERIES

  • 68

    Gujarat Weather: હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની મોટી આગાહી - રાજ્યમાં આ જગ્યાઓએ કમોસમી વરસાદ પડી શકે છે!

    બંગાળની ખાડી અને અરબી સમુદ્રમાંથી ભેજવાળા પવનો સાથે જ વેસ્ટન ડીસ્ટર્બન્સની અસરને લીધે ગુજરાત સહિત અનેક ભાગોમાં હવામાનમાં મોટો પલટો આવે તેવી શક્યતા છે.

    MORE
    GALLERIES

  • 78

    Gujarat Weather: હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની મોટી આગાહી - રાજ્યમાં આ જગ્યાઓએ કમોસમી વરસાદ પડી શકે છે!

    ફેબ્રુઆરી મહિનામાં બર્ફીલી ઠંડી પડશે. તેને કારણે જનજીવન પ્રભાવિત થશે. 4થી 7 ફેબ્રુઆરી દરમિયાન ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં હિમવર્ષા થશે. હવામાનમાં પલટો આવશે. તેમજ ગુજરાતના દરિયાકિનારાના ભાગોમાં મહત્તમ તાપમાન 25થી 26 ડિગ્રી રહેશે.

    MORE
    GALLERIES

  • 88

    Gujarat Weather: હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની મોટી આગાહી - રાજ્યમાં આ જગ્યાઓએ કમોસમી વરસાદ પડી શકે છે!

    12થી 14 ફેબ્રુઆરીમાં પણ વાદળછાયું વાતાવરણ રહેવાની શક્યતાઓ છે. અને 17થી 20 ફેબ્રુઆરીએ હવામાનમાં પલટો આવશે. આ દરમિયાન ગરમીનો અહેસાસ થશે અને રાત્રે ઠંડી લાગશે. એટલે કે, બેવડી ઋતુનો અહેસાસ થશે. ફેબ્રુઆરીની શરૂઆતમાં બર્ફીલા પવનને કારણે કૃષિ પાકને પણ અસર થશે.

    MORE
    GALLERIES