દેશ સહિત ગુજરાત પર મોટો ખતરો તોળાઈ રહ્યો છે ત્યારે ગુજરાત પર પણ મોટું સંકટ આવી રહ્યું છે. સપ્ટેમ્બર માસમાં વાવાઝોડાના ત્રિપલ એટેકનું અનુમાન છે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલનું અનુમાન છે કે, બંગાળની ખાડી પર સિસ્ટમ બની શકે છે. જે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં તેની ભારે અસર થઈ શકે છે. આ અંતર્ગત ગુજરાતના દરિયા કિનારે પવનનું જોર રહેશે ત્યાં જ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદનું અનુમાન છે.
અંબાલાલની આગાહી પ્રમાણે બગાળની ખાડીમાં લો પ્રેશર સર્જાશે. જેની સીધી અસર ગુજરાતાના અમુક ભાગોમાં થવાની શક્યતા છે. આ વાવાઝોડું ગમે ત્યારે પોતાનું રૌદ્ર સ્વરૂપ બતાવી શકે છે. બંગાળની ખાડીમાં આવા એક બે નહીં પરતું ત્રણ ત્રણ વખત લો પ્રેશર સર્જાશે. અંબાલાલના મતે સમુદ્ર પોતાનું રૌદ્ર સ્વરૂપ બતાવી શકે છે કેમ કે તેના માટે અવકાશમાં રહેલા બે ગ્રહો જવાબદાર છે.
દ્વારકાના સલાયા બંદર ખાતે તો દરિયામાં ચક્રવાતના અનુમાનને લઈ તમામ માછીમારોએ પોતાની બોટ બંદરકાંઠે લાગરી દીધી છે. દ્રશ્યોમાં જોઈ શકો છો તેમ સલાયા બંદર ખાતે ખુબ મોટી સંખ્યામાં બોટનો ખડકલો જોવા મળશે. આ તરફ પોરબંદરના દરિયાકાંઠે પણ અંબાલાલની ચક્રવાતની આગાહી અસર થઈ શકે છે. અહીંના દરિયાકાંઠે પણ જોરદાર વરસાદ વરસી શકે તેમ છે. દ્વારકાના સલાયા બંદર ખાતે તો દરિયામાં ચક્રવાતના અનુમાનને લઈ તમામ માછીમારોએ પોતાની બોટ બંદરકાંઠે લાગરી દીધી છે. દ્રશ્યોમાં જોઈ શકો છો તેમ સલાયા બંદર ખાતે ખુબ મોટી સંખ્યામાં બોટનો ખડકલો જોવા મળશે. આ તરફ પોરબંદરના દરિયાકાંઠે પણ અંબાલાલની ચક્રવાતની આગાહી અસર થઈ શકે છે. અહીંના દરિયાકાંઠે પણ જોરદાર વરસાદ વરસી શકે તેમ છે.