Home » photogallery » ahmedabad » Ambalal Patel forecast: આ માવઠું તો ટ્રેલર છે, હજુ તો ફેબ્રુઆરીનું પિક્ચર બાકી છે: હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી

Ambalal Patel forecast: આ માવઠું તો ટ્રેલર છે, હજુ તો ફેબ્રુઆરીનું પિક્ચર બાકી છે: હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી

Weather expert Ambalal Patel forecast: આ માવઠું તો ટ્રેલર છે, હજુ તો ફેબ્રુઆરીનું પિક્ચર બાકી છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની મોટી આગાહી. ફેબ્રુઆરીમાં કઇ-કઇ તારીખે ગુજરાતના વાતાવરણમાં આવશે પલટો?

विज्ञापन

  • 15

    Ambalal Patel forecast: આ માવઠું તો ટ્રેલર છે, હજુ તો ફેબ્રુઆરીનું પિક્ચર બાકી છે: હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી

    વિભુ પટેલ, અમદાવાદ: રાજ્યમાં પૂર્વ દક્ષિણના પવનો ફૂંકાય રહ્યા છે. અરબી સમુદ્ર તરફથી ભેજ આવવાના કારણે રાજ્યમાં વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે. વાદળછાયા વાતાવરણ કારણે ઠંડીનું જોર ઘટ્યું છે. આગામી 24 કલાક દરમિયાન રાજ્યના અમુક જિલ્લાના વિસ્તારમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. બનાસકાંઠા, ગાંધીનગર ,અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર, વડોદરા, ભરૂચ, ભાવનગર અને બોટાદમાં સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગની આગાહી મુજબ કમોસમી વરસાદ પણ થયો છે.

    MORE
    GALLERIES

  • 25

    Ambalal Patel forecast: આ માવઠું તો ટ્રેલર છે, હજુ તો ફેબ્રુઆરીનું પિક્ચર બાકી છે: હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી

    રાજ્યના વાતાવરણ પલટાના કારણે ખેડૂતોની ચિંતા વધી છે. વાતાવરણની અસર કૃષિ પાક પર પડી રહી છે. શિયાળામાં વરસાદ થતાં શિયાળુ પાકને નુકસાન થવાની ચિંતા સતાવી રહી છે. પરંતુ હવામાન નિષ્ણાતનું માનવું છે કે, જાન્યુઆરીમાં તો વેસ્ટન ડિસ્ટર્બન્સની અસર થઈ રહી છે, સાથે જ ફેબ્રુઆરીમાં પણ વાતાવરણમાં વારંવાર પલટો જોવા મળશે.

    MORE
    GALLERIES

  • 35

    Ambalal Patel forecast: આ માવઠું તો ટ્રેલર છે, હજુ તો ફેબ્રુઆરીનું પિક્ચર બાકી છે: હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી

    હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે કે, જાન્યુઆરીમાં કમોસમી વરસાદ થઈ રહ્યો છે, સાથે ઠંડીનું જોર વધશે. સાથે જ ફેબ્રુઆરી મહિનામાં પણ વારંવાર પશ્ચિમ વિક્ષેપ આવશે. જેની અસર ગુજરાતના વાતાવરણ પર જોવા મળશે.

    MORE
    GALLERIES

  • 45

    Ambalal Patel forecast: આ માવઠું તો ટ્રેલર છે, હજુ તો ફેબ્રુઆરીનું પિક્ચર બાકી છે: હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી

    ફેબ્રુઆરી મહિનામાં બર્ફીલી ઠંડી પડશે. જેના કારણે જનજીવન પ્રભાવિત થશે. 4થી 7 ફેબ્રુઆરી દરમિયાન ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં હિમવર્ષા થશે. હવામાનના પલટો આવશે. તેમજ ગુજરાતના દરિયા કિનારાના ભાગોમાં મહત્તમ તાપમાન 25થી 26 ડિગ્રી રહેશે. 12થી 14 ફેબ્રુઆરીમાં પણ વાદળછાયું વાતાવરણ રહેવાની શક્યતાઓ છે. અને 17થી 20 ફેબ્રુઆરીના હવામાનમાં પલટો આવશે.

    MORE
    GALLERIES

  • 55

    Ambalal Patel forecast: આ માવઠું તો ટ્રેલર છે, હજુ તો ફેબ્રુઆરીનું પિક્ચર બાકી છે: હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી

    આ દરમિયાન ગરમીનો અહેસાસ થશે અને રાત્રે ઠંડી લાગશે. એટલે કે, બેવડી ઋતુનો અહેસાસણ થશે. ફેબ્રુઆરીની શરૂઆતમાં બર્ફીલા પવનનોને કારણે કૃષિમાં અસર થશે. 22થી 23 ફેબ્રુઆરીના ફરી હિમ વર્ષા થશે. જેની અસર વાતાવરણ પર જોવા મળશે. 24થી 26માં ફરી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવશે.

    MORE
    GALLERIES