Home » photogallery » ahmedabad » UPSC Result 2021: જાણો સફળતાનો મંત્ર UPSCની પરીક્ષા પાસ કરનાર ગુજરાતના રેન્કર્સ પાસેથી

UPSC Result 2021: જાણો સફળતાનો મંત્ર UPSCની પરીક્ષા પાસ કરનાર ગુજરાતના રેન્કર્સ પાસેથી

Ahmedabad news: અમદાવાદના ડોકટર દંપતિની (Doctor couple from Ahmedabad) દીકરીએ UPSCની પરિક્ષામાં (UPSC rank) 404 રેન્ક મેળવ્યો છે.

  • 15

    UPSC Result 2021: જાણો સફળતાનો મંત્ર UPSCની પરીક્ષા પાસ કરનાર ગુજરાતના રેન્કર્સ પાસેથી

    સંજય ટાંક, અમદાવાદ: લહેરો સે ડર કે નૌકા પાર નહિ હોતી કોશિશ કરને વાલોકી હાર નહિ હોતી. જી હા આ ઉક્તિ સાબિત કરી બતાવી છે UPSCની પરીક્ષા (UPSC Result) પાસ કરનાર (UPSC exam top rankers) ગુજરાતના રેન્કર્સ એ. અમદાવાદના ડોકટર દંપતિની (Doctor couple from Ahmedabad) દીકરીએ UPSCની પરિક્ષામાં 404 રેન્ક મેળવ્યો છે.  ગુજરાતમાં 9મો રેન્ક મેળવ્યો છે. આયુષીનું લક્ષ્ય ઇન્ડિયા ફોરેન સર્વિસમાં (India Foreign Service) જવાનું છે. આયુશીએ આ પરીક્ષા ત્રીજા પ્રયાસે પાસ કરી છે.

    MORE
    GALLERIES

  • 25

    UPSC Result 2021: જાણો સફળતાનો મંત્ર UPSCની પરીક્ષા પાસ કરનાર ગુજરાતના રેન્કર્સ પાસેથી

    આવું જ કંઈક અમદાવાદમાં રહેતા અને UPSCમાં 566મો રેન્ક અને ગુજરાતમાં 11મો રેન્ક મેળવ્યો છે. સુમિતની પણ ઈચ્છા ઇન્ડિયા ફોરેન સર્વિસમાં જવાની છે.  સુમિતએ આ પરીક્ષા 7માં પ્રયાસે પાસ કરી છે. UPSCની પરીક્ષામાં ગુજરાતના ઉમેદવારઓએ ડંકો વગાડ્યો છે. ગુજરાતમાંથી કુલ 15ઉમેદવારો UPSC માં પાસ થયા છે. જેમાંથી સપીપાના 13 ઉમેદવારઓએ રેન્ક મેળવ્યો છે.

    MORE
    GALLERIES

  • 35

    UPSC Result 2021: જાણો સફળતાનો મંત્ર UPSCની પરીક્ષા પાસ કરનાર ગુજરાતના રેન્કર્સ પાસેથી

    ગુજરાતમાં 9મો રેન્ક મેળવનાર આયુષી સુતરિયા ઓલ ઇન્ડિયામાં 404 રેન્ક સાથે આગળ રહી છે. આયુષી સુતરિયાએ ન્યૂઝ 18 ગુજરાતી (News18 Gujarati) સાથેની વાતચીતમાં જણાવ્યું કે નાનપણથી જ તેને સિવિલ સર્વિસમાં જવાની ઈચ્છા હતી. આયુશીના પિતા ડો. પંકજ સુતરિયા અમદાવાદના વેલનોન એનેસ્થેટિક ડોક્ટર છે જ્યારે તેની માતા ડો. લીના સુતરિયા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં (amdavad municipal corporation) મેડિકલ ઓફિસર છે.

    MORE
    GALLERIES

  • 45

    UPSC Result 2021: જાણો સફળતાનો મંત્ર UPSCની પરીક્ષા પાસ કરનાર ગુજરાતના રેન્કર્સ પાસેથી

    માતા પિતા ડોક્ટર હોવા છતાં આયુષી કોઈ અલગ ફિલ્ડમાં જવા માંગતી હતી. આયુષીએ ધીરુભાઈ અંબાણી ઇન્સ્ટિટ્યૂટમાંથી ICTમાં બીટેક કર્યું છે. વર્ષ 2017માં ગ્રેજ્યુએશન પૂર્ણ કર્યા બાદ આયુષી UPSCની પરીક્ષાની તૈયારીમાં લાગી ગઈ હતી. આયુશીની સતત 4 વર્ષની મહેનત આખરે રંગ લાવી છે. ત્રણ પ્રયત્નો બાદ આયુશીએ આ પરીક્ષા પાસ કરી છે. આયુષીએ  2020 માં જ GPSC આપી હતી અને પ્રિલીમ ક્લિયર કરી અને મેઇન્સ નું રિઝલ્ટ બાકી છે.

    MORE
    GALLERIES

  • 55

    UPSC Result 2021: જાણો સફળતાનો મંત્ર UPSCની પરીક્ષા પાસ કરનાર ગુજરાતના રેન્કર્સ પાસેથી

    આયુષીનું કહેવું છે કે  કોરોનાની બીજી લહેરમાં કોવિડનો શિકાર બની હતી. સતત 8થી 10 કલાકનું વાંચન, હિસ્ટ્રી, જિયોગ્રાફી અને ન્યૂઝ પેપર સતત વાંચન અવશ્યક છે. અમદાવાદ મન રાણીપમાં રહેતા સુમિત મકવાણાએ UPSCમાં 566 રેન્ક અને ગુજરાતમાં 11મો રેન્ક મેળવ્યો છે. સુમિતનો UPSC પાસ કરવા આ સાતમો પ્રયાસ હતો. સુમિત પણ IFS માં જવા માંગે છે. હાલ સુમિત GPSC ક્લિયર કરી ભાવનગરમાં લેબર ઓફિસર તરીકે ફરજ બજાવે છે.  તેને ઈલેક્ટ્રિકલ એન્જીનીયરઈગ, LDમાંથી 2013માં અભ્યાસ કર્યો છે. ત્યાર બાદ ત્રણ જોબ, બેન્ક ઓફ મહારાષ્ટ્ર, દેના બેન્ક સ્ટાફ સિલેક્શન કમિશન ઓફિસ આસિસ્ટ પાસ કરી પણ જોઈન ના કર્યું. કારણ કે તેનો ગોલ UPSC ક્લિયર કરવાનો હતો.

    MORE
    GALLERIES