પ્રણવ પટેલ, અમદાવાદ: ભારત 2023માં G20 સમિટનું આયોજન કરી રહ્યું છે. G20 પ્રેસિડેન્સી હેઠળ U20 સમિટનું આયોજન અમદાવાદમાં 9મી અને 10મી ફેબ્રુઆરીએ કરવામાં આવી રહ્યું છે. U20 સંમેલનનો ઉદ્દેશ્ય વિશ્વ દ્વારા સામનો કરવામાં આવતી અનેક શહેરી સમસ્યાઓને સુનિશ્ચિત કરવાનો છે. 9મી ફેબ્રુઆરીના રોજ સવારે 6.30 કલાકે વિવિધ દેશો અને શહેરોના પ્રતિનિધિઓને યોગ સત્ર માટે ગોટીલા ગાર્ડનમાં લઈ જવામાં આવ્યા હતા.