તસ્વીરમાં દેખાતી આ બે ભૂલકીઓ 9 મહિનાની છે કે જેઓને તેમના પરિવારે તરછોડી દીધી હતી. જે બે બાળકીઓને આજે બે નવા પરિવાર મળ્યા છે. રાજકોટ ના સુજીત નંદી અને કાજલ નંદી કે જેઓ શિક્ષક છે. જેમના લગ્નના 10 વર્ષ થયાં પણ તેઓએ નક્કી કર્યું હતું કે તેઓ બાળક દત્તક લેશે. બસ આ વિચાર સાથે તેઓએ 3 વર્ષ પહેલાં બાળક દત્તક લેવા અરજી કરી અને ત્યારે તેમનો નંબર 3000 ઉપર હતો. તેઓને બાળક મળે કે બાળકી મળે કોઈ નિસબત ન હતો.
પણ તેમને આશા ન હતી કે ક્યારે નંબર આવશે. પણ દિવાળી પહેલા તેમને પાલડી શિશુ ગૃહ માંથી કોલ આવ્યો કે તેઓ બાળક દત્તક લેવા પસંદ થયા છે. તે સાથે તેઓની ખુશી સમાઈ નહિ અને આજે તેઓ બાળકીને લેવા પાલડી શિશુ ગૃહ (Nursery) પહોંચી ગયા. જેઓએ મિસ્તી નામની 9 મહિનાની બાળકી ને દત્તક લીધી. જેને તેઓએ નવું નામ સાયસા આપ્યું જેનો મતલબ પવિત્ર અને માતા લક્ષ્મી અને દુર્ગાનું રૂપ થાય છે.
તો બીજી બાળકી છે આરજુ જે પણ 9 મહિનાની છે. જેને મૂળ ઇડર અને મુંબઈમાં રહેતા તેમજ ઇન્ટિરિયર ડિઝાઈનર એવા મહેશ મિસ્ત્રી અને તેમની હાઉસ વાઈફ કે જે અમદાવાદ સિવિલમાં સ્ટાફ નર્સ તરીકે ફરજ બજાવી ચુક્યા છે તેવા ચેતના મિસ્ત્રીએ દત્તક લીધી છે. મિસ્ત્રી પરિવારને લગ્નના 17 વર્ષ જેટલો સમય થયો. જેઓને બાળકી આવે તેવી જ ઈચ્છા હતી પણ તેઓને બાળકી ન થઈ પણ ivfથી તેમને હાલ 9 વર્ષનો દીકરો છે. પણ બાળકીની ઈચ્છા તેમને કોરી ખાતી હતી. જેથી તેઓએ પણ 3 વર્ષ પહેલાં બાળકી દત્તક લેવા અરજી કરી. ત્યારે તેમનો નંબર 3500 ઉપર હતો.
<br />જેથી તેમને પણ આશા ન હતી કે તેંમનો નંબર ક્યારે લાગશે. પણ ધનતેરસે તેમને પાલડી શિશુ ગૃહ પરથી કોલ આવ્યો કે તેઓ બાળકી દત્તક લઈ શકશે અને તેઓની પસંદગી થઈ. ધનતેરસના દિવસે કોલ આવતા તેમની ખુશી ન સમાઈ અને તેઓ આજે કાર્યક્રમમાં બાળકી લેવા પહોંચી ગયા. જે બાળકીનું નામ આરજુ છે જેને તેઓએ નવું નામ નૂરવા આપ્યું છે જેનો મતલબ પવિત્ર થાય. જે બાળકી દત્તક લેતા મિસ્ત્રી પરિવારે અન્ય બાળક કે બાળકી તરછોડનારની ઘટનાનોને વખોડતા હોવાનો સંદેશો આપતા લોકો બાળક દત્તક લે તેમ જણાવ્યું.
પાલડી શિશુ ગૃહમાં યોજાયેલ બાળક દત્તક આપવાના કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે ધારાસભ્ય રાકેશ શાહ અને તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં કામ કરી પ્રખ્યાત બનેલા અંજલિ મહેતા એવા નેહા મહેતા (Anjali bhabhi Tarak Mehta Ka Ulta Chashma) હાજર રહ્યા હતા. જેમના હસ્તે બંને બાળકીઓને નવા પરિવાર ને સોંપવામાં આવ્યા હતા.જે અતિથિએ પરિવારના આ નેક પ્રયાસ ને આવકાર્યો વધાવ્યો અને સમાજમાં લોકો બાળકોને તરછોડી ન દે તેવી અપીલ કરી હતી. દત્તક લેવાની પ્રક્રિયાની વાત કરવામાં આવે તો પહેલા ઓનલાઈન રજિસ્ટ્રેશન કરવાનું હોય છે.
બાદમાંઅરજી બાદ ઘર તપાસ ની પ્રક્રિયા કરાય છે. જો પરિવાર સક્ષમ હોય તો બાળક મળે છે ને બાદમાં સિલેક્શન થાય છે. 2 વર્ષ સુધી બાળક કે બાળકીની દેખરેખ થાય છે કે નહીં તે નિરીક્ષણ પણ કરાય છે. 15 વર્ષથી કાર્યરત પાલડી શિશુ ગૃહમાં 0થી 6 વર્ષના બાળકો રખાય છે. જ્યાં બાળક દત્તક આપવાનો આ પહેલો કિસ્સો નથી. આ પહેલા પણ શિશુ ગૃહ દ્વારા બાળકોને દત્તક આપવામાં આવ્યા છે.
જેમાં 455 બાળકો શિશુ ગૃહમાં આવ્યા જેમાં 227 બાળકોને નવા માતા પિતા મળ્યા અને તેમાં પણ 12 બાળક વિદેશ આપ્યા છે. તો હાલમાં શિશુ ગૃહમાં 14 બાળક છે. જેમાં આ બે બાળકી આરજુ અને મિસ્તી ને દત્તક આપી. તો બાકી 12 બાળકો માંથી 2 બાળકો વિદેશ આપવાની પ્રક્રિયા પણ ચાલી રહી છે. જે બાબત એ પણ સૂચવે છે કે લોકો બાળક દત્તક લેતા થયા છે. જેના કારણે તરછોડલા બાળકોને નવો પરિવાર મળતો થયો છે. જે સમાજમાં એક ઉત્તમ કાર્ય ગણી શકાય.